દીકરીના પ્રેમ લગ્નથી હતાશ થઇને માતા પિતાએ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવ્યું

દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. પોલીસને દંપત્તી પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દીકરીને પરેશાન ન કરવાની વાત કરી છે. ઘટના રાજસ્થાનના પાલીની છે.

પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અને તેમની પત્ની મીનાએ આત્મહત્યા કરી છે. સામે આવ્યું છે કે, અશોકની દીકરી અન્ય જાતીના યુવકને પ્રેમ કરતી હતી. દીકરીએ પરિવારની મરજી વગર યુવક સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારે આ વાત ઘરવાળાને ખબર પડી ત્યારે હલચલ મચી ગઇ.

અશોકે દીકરીને ખૂબ સમજાવી, પણ તે ન માની. કેસમાં પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની સામે પણ અશોકની દીકરીએ પોતાના પતિ સાથે જ રહેવાની વાત કરી હતી. પોલીસે તેમ છતાં તેને પતિ સાથે મોકલી દીધી હતી. ઘરમાં કંકાસને કારણે અશોકનો દિકરો ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. દીકરીના આ પગલાથી સમાજમાં થઇ રહેલી બદનામીનો અશોક અને તેનો પરિવાર સામનો નહોતો કરી શકતો.

મંગળવારે સવારે અશોક પોતાની પત્ની અને દિકરા સાથે ઘરની બહાર નીકળ્યો. દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં મોકલ્યો. ત્યાર બાદ અશોક પોતાની પત્ની મીના સાથે જોધપુર રોડ સ્થિત ઘુમટી પાસે પહોંચ્યો. ત્યાંથી નીકળીને રેલવે લાઇન પર પહોંચીને જોધપુર – રતલામ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી. ટ્રેન થોભી ગઇ. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે અશોક અને મીનાના મૃતદેહના ટુકડાને ભેગા કર્યા અને બાંગડ હોસ્પિટલમાં મોર્ચરીમાં મોકલાવ્યા. લગભગ એક કલાક સુધી ટ્રેન ત્યાં જ ઉભી રહી.

પોલીસને અશોક પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી દીકરીએ અન્ય જાતીના છોકરા સાથે લવ મેરિજ કર્યા છે, તેનાથી હું, મારી પત્ની અને દિકરો ઘણા દુખી છીએ. દીકરીના આ પગલાથી આહત થઇને અમે પતિ પત્ની આ પગલું લઇ રહ્યાં છીએ. અમારો દિકરો ગૌરવ ખુબ લાયક છે, તેને ઇશ્વર ખૂબ આગળ વધારે, મારા ભાઇ ભાભી અને સાળા સાળી પાસે આશા રાખુ છું કે, તેઓ મારા દિકરાનું ધ્યાન રાખે, અમારા આશિર્વાદ હંમેશા તેની સાથે રહેશે, પોલીસ પ્રશાસન તેને હેરાન ન કરે.

Top News

વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

બિહારના જમુઈમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને ટ્યૂશન જવા દરમિયાન પોતાના જ શિક્ષકની દીકરી સાથે...
National 
વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

‘મારી ઇનિંગ બાબતે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે...’, ધમાકેદાર રમ્યા બાદ કરુણ નાયરનું છલકાયું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમમાં શાનદાર ત્રિપલ સેન્ચુરી ફટકારીને રાતો રાત નામના મેળવનાર કરુણ નાયર માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે....
Sports 
‘મારી ઇનિંગ બાબતે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે...’, ધમાકેદાર રમ્યા બાદ કરુણ નાયરનું છલકાયું દર્દ

વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

સુરત. તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ...
Gujarat 
વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા...
Opinion 
ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.