- National
- પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા
પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા

પંજાબ સરકારની 'બુલડોઝર એક્શન' પર આમ આદમી પાર્ટીના નેતાઓમાં મતભેદો સામે આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને AAP સાંસદ હરભજન સિંહે કહ્યું છે કે, ડ્રગ્સ વેચવા બદલ કોઈનું ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. તે આના પક્ષમાં નથી. પરંતુ AAP નેતા સોમનાથ ભારતીએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.
સોમનાથ ભારતીએ હરભજનને પૂછ્યું છે કે, શું તેઓ ડ્રગ માફિયાનો પક્ષ લઈ રહ્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા છે. આવી સ્થિતિમાં, હરભજન સિંહ દ્વારા માફિયાઓના પક્ષમાં નિવેદન આપવું બિલકુલ ખોટું છે. સોમનાથ ભારતીએ હરભજન સિંહ પર નિશાન સાધતા કહ્યું, 'આ ડ્રગ માફિયાઓએ આપણા ગુરુઓની ભૂમિને બરબાદ કરી દીધી છે. આધ્યાત્મિક ભૂમિને ડ્રગ્સની ભૂમિમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. આ માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ. તમે એક યુવા પ્રતિભા છો. આવી સ્થિતિમાં, તમારે પંજાબના યુવાનોને બચાવવા માટે કંઈક કહેવું અને કરવું જોઈએ. પણ તમારું નિવેદન આનાથી વિપરીત છે.'

સોમનાથ ભારતીએ વધુમાં કહ્યું, 'આપણે આપણી સરકારના જાહેર નિવેદનો અથવા કાર્યોની વિરુદ્ધ કંઈપણ કહેવાનું સખતપણે ટાળવું જોઈએ. આપણી પાર્ટીમાં પૂરતી લોકશાહી છે. તમારે આપણી પાર્ટીના નેતૃત્વને આવું કંઈ કહેવું જોઈતું હતું. જાહેરમાં નહીં. અમે બધાએ તમને દેશના હીરો તરીકે જોયા છે. એટલા માટે હું આનાથી વધુ કંઈ કહી રહ્યો નથી.'
https://twitter.com/attorneybharti/status/1902212683673592305
હકીકતમાં, પંજાબ સરકાર 'ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ' અભિયાન ચલાવી રહી છે. સરકારનો દાવો છે કે આ અંતર્ગત ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આ માફિયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. હરભજન સિંહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જો કોઈ ડ્રગ્સ વેચે છે, તો તેનું ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે. હું આના પક્ષમાં નથી. એ કોઈના કુટુંબનો આસરો છે. મને લાગે છે કે ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. સરકાર બીજો કોઈ રસ્તો પણ શોધી શકે છે.'

હરભજન સિંહ કહે છે કે, જો કોઈ સરકારી જમીન પર આવું કરતુ હોય તો તે અલગ વાત છે. તો પછી આવી કાર્યવાહી માન્ય છે. ખબર નહીં કે કોઈ વ્યક્તિએ એ ઘર કેવી રીતે બનાવ્યું હશે.
Related Posts
Top News
મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ
શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?
Opinion
