મને મળ્યો હતો એ એક વોટ, 1999માં કેવી રીતે પડી ગઇ હતી વાજપેયી સરકાર? શરદ પવારે ખુલાસો કર્યો હતો

1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA સરકાર માત્ર એક વોટથી પડી ગઈ હતી. લોકસભામાં એક વોટથી આ સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. તેને લઇને, લગભગ બે દાયકા બાદ, NCPના ચીફ શરદ પવારે ખુલાસો કર્યો છે કે NDAનો એ વોટ તેમને મળ્યો હતો.

NCP ચીફ પવારે ગુરુવારે (21 ફેબ્રુઆરી, 2025)ના રોજ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં નિલેશ કુમાર કુલકર્ણીના મરાઠી પુસ્તક 'સંસદ ભવન તે ધ સેન્ટ્રલ વિસ્ટા'ના વિમોચનના અવસર પર આ ખુલાસો કર્યો હતો. તેમણે 1999ની ઘટના બાબતે વાત કરી, જ્યારે તેઓ વાજપેયી સરકાર દરમિયાન વિપક્ષના નેતા હતા.

sharad-pawar4

શું બોલ્યા શરદ પવાર?

ભૂતકાળની ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે, હું એ સમયે સંસદમાં વિપક્ષનો નેતા હતો. જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે તેમની વિરુદ્વ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ એક વોટથી પાસ થયો હતો. હવે હું તમને બતાવી રહ્યો છું કે મેં તે વોટ કેવી રીતે હાંસલ કર્યો. અવિશ્વાસ પ્રસ્તાવ પ્રસ્તાવ આવ્યા બાદ એક બ્રેક હતો. આ દરમિયાન હું બહાર ગયો અને કોઈ સાથે વાત કરી અને પાછો આવી ગયો. સરકાર એક વોટથી પડી ગઇ કારણ કે વ્યક્તિએ કંઇક અલગ નિર્ણય કરી લીધો હતો, પરંતુ હું એ નહીં બતાવું કે મેં કોની સાથે વાત કરી અને કેવી રીતે કરી.

જ્યારે એક વોટના કારણે પડી ગઇ હતી NDA સરકાર

17 એપ્રિલ 1999ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવાની હતી, પરંતુ તે દિવસે વાજપેયી સરકારને 269 વોટ મળ્યા હતા, જ્યારે શાસક સરકાર વિરુદ્ધ 270 વોટ પડ્યા હતા. જેને કારણે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ રાજીનામું આપવું પડ્યું હતું અને તેમની સરકાર પડી હતી.

sharad-pawar

આ સિવાય પવારે શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કર્યા. તેમણે કહ્યું કે, બાળ ઠાકરે તેમને શરદ બાબૂ કહેતા હતા. બધા ગયા બાદ, બાળાસાહેબ ઠાકરે મારી સાથે સૌહાર્દપૂર્ણ વાત કરતા હતા અને મને શરદ બાબૂ કહીને બોલાવતા હતા. ફોન પર તેઓ કહેતા હતા શરદ બાબૂ, હું તમને મળવા આવું કે તમે આવી રહ્યો છો?

Related Posts

Top News

'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'

છેલ્લા કેટલાક દિવસોમાં, દેશના વિવિધ રાજ્યોમાંથી એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં પત્ની અને તેના પ્રેમીએ તેમના...
National 
'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'

મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 17 વર્ષમાં પહેલી વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેમના ઘરઆંગણાના ચેપોકમાં IPL મેચ...
Sports 
મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું

રત્નકલાકારોની હડતાળ: સુરત ડાયમંડ એસો. GJEPC સમર્થન આપતા કેમ ડરે છે

છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગામં મંદીએ અજગર ભરડો લીધેલો છે અને રત્નકલાકારોની હાલત કફોડી થયેલી છે. આ બાબતે ગુજરાત સરકાર...
Business  Gujarat 
રત્નકલાકારોની હડતાળ: સુરત ડાયમંડ એસો. GJEPC સમર્થન આપતા કેમ ડરે છે

ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત

ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે, જે...
National 
ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.