- National
- હાથમાં PM અને તેમના માતાનો સ્કેચ, લાગણીશીલ છોકરાનો PM એ બનાવી દીધો દિવસ
હાથમાં PM અને તેમના માતાનો સ્કેચ, લાગણીશીલ છોકરાનો PM એ બનાવી દીધો દિવસ
18.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ ક્રમમાં પીએમ મોદીનો સુરતમાં એક કાર્યક્રમ હતો. તેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન ખુલ્લી કારમાં જઈ રહ્યા હતા. ત્યારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, પીએમ મોદીના સ્વાગત માટે રેલિંગની બીજી બાજુ ઉત્સાહિત ભીડ ઉભી હતી. આ ભીડમાં એક યુવક પણ ઊભો હતો. વડાપ્રધાનને જોઈને તે ભાવુક થઈ ગયો હતો.
યુવકના હાથમાં એક સુંદર તસવીર હતી, જેમાં પીએમ મોદી અને તેમની માતા હીરાબેનનો સ્કેચ બનાવવામાં આવ્યો હતો. જેવી વડાપ્રધાનની કાર ત્યાંથી પસાર થઈ, કે યુવક ભાવુક થઈ ગયો અને તેની આંખમાંથી આંસુ વહી ગયા. જ્યારે પીએમ મોદીએ આ આખું દ્રશ્ય જોયું તો તેમણે કાર રોકાલી દીધી.
આ પછી યુવકે પીએમ મોદીને સ્કેચ રજૂ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ન માત્ર તેનો સ્વીકાર કર્યો પરંતુ તેના પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો. આ ઈમોશનલ ક્ષણ પણ ત્યાં હાજર લોકો માટે યાદગાર બની ગઈ. એટલું જ નહીં, પીએમ મોદી પ્રત્યેના આ વિશેષ આદર અને પ્રેમે બધાનું ધ્યાન ખેંચ્યું. વડાપ્રધાને પણ આ વ્યક્તિના સ્નેહને નમ્રતાથી સ્વીકાર્યો હતો. લગભગ એક મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
@Akhand_Bharat_S An emotional moment during Modi's roadshow in Surat,Gujarat.
— Sanjiv K Pundir (@k_pundir) March 8, 2025
A man stood holding a painting of PM #Modi with his mother,tears streaming down his face.Noticing him,PM Modi stopped his carcade,asked SPG to bring the painting,signed it & returned it to him. pic.twitter.com/TI0OKWQHHV
Related Posts
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)