‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં આયોજિત પંડિત દીનાનાથ મંગેશકરની 83મી પુણ્યતિથિ સમારોહમાં ભાગ લીધો હતો. આ અવસર પર, તેમણે તાજેતર જ કાશ્મીરમાં થયેલી આતંકવાદી ઘટના પર પ્રતિક્રિયા આપતા, તેને ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો. મોહન ભાગવતે કહ્યું કે, ‘આ ધર્મ અને અધર્મની લડાઈ છે. જે લોકોને મારવામાં આવ્યા, તેમને પહેલા તેમના ધર્મ બાબતે પૂછવામાં આવ્યું. હિન્દુ આવું ક્યારેય નહીં કરે, કેમ કે તે ધૈર્યવાન છે. દેશ મજબૂત હોવો જોઈએ.

તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું કે ભારતને સશક્ત બનાવવો જોઈએ, જેથી તે આવા રાક્ષસોનો નાશ કરી શકે. તેમણે કહ્યું કે, દેશને મજબૂત બનાવવો પડશે. આપણી અષ્ટભુજા શક્તિથી રાક્ષસોનો નાશ થવો જોઈએ. ભાગવતનું આ નિવેદન એ ઘટના બાદ આવ્યું છે, જેમાં કાશ્મીરના પહેલગામમાં 26 લોકોને માત્ર તેમના ધર્મના આધારે નિશાનો બનાવીને મારી નાખવામાં આવ્યા. આ ઘટનાએ આખા દેશમાં ગુસ્સો અને ચિંતા પેદા કરી દીધી છે. RSSના સરસંઘચાલકે કહ્યું કે, ‘લોકોને તેમના ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી. હિન્દુઓ આવું ક્યારેય નહીં કરે. આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે. આપણા દિલોમાં દર્દ છે. આપણે ગુસ્સેમાં છીએ. પરંતુ દુષ્ટતાનો નાશ કરવા માટે તાકત બતાવવી પડશે. રાવણે પોતાના વિચાર બદલવાનો ઇનકાર કરી દીધો અને બીજો કોઈ વિકલ્પ નહોતો. રામે તેને સુધરવાની તક આપ્યા બાદ જ તેને માર્યો.

Makhana1
cookwithkushi.com

 

ભાગવતે એમ પણ કહ્યું કે, આવી દુર્ઘટનાઓ રોકવા અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદાને રોકવા માટે સમાજમાં એકતાની જરૂરિયાત છે. જો આપણે એકજૂથ છીએ, તો કોઈ આપણી તરફ ખરાબ નિયતથી જોવાની હિંમત નહીં કરે  અને જો કોઈ આવું કરે છે તો, તો તેની આંખો ફોડી નાખવામાં આવશે. આપણને સખત પ્રતિક્રિયાની અપેક્ષા છે. ધૃણા અને શત્રુતા આપણા સ્વભાવમાં નથી, પરંતુ ચૂપચાપ નુકસાન સહન કરવું પણ આપણા સ્વભાવમાં નથી. એક સાચા અહિંસક વ્યક્તિએ પણ મજબૂત હોવું જોઈએ. જો તાકત નથી, તો કોઈ વિકલ્પ નથી. પરંતુ જ્યારે તાકત હોય છે, ત્યારે જરૂરિયાત પડવા પર એ નજરે પડે છે.

sunil-ambekar
rss.org

આ અગાઉ RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેડકરે પણ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ હુમલો ગણાવ્યો હતો અને કડક કાર્યવાહીની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ હુમલો હતો. મને વિશ્વાસ છે કે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે જ, આંબેડકરે રાજનીતિ અને જનમાનસના નામ પર થોપવામાં આવતા એજન્ડાની ટીકા કરતા કહ્યું કે, ‘જો લોકો ઈમાનદારીથી રાજનીતિ કરવા માગે છે તો તેમણે સાચું બોલવું પડશે અને જનમત બનાવવો પડશે. જો અનુયાયીઓ ચૂપ રહે અને કહે કે આપણા નેતાઓ બોલશે, તો તે મૌન સહમતિ બની જાય છે, જે અત્યંત ખતરનાક છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.