- National
- ‘અમારી સરકાર ફરી આવવાની ગેરંટી નથી, પરંતુ..’ ગડકરીએ નાગપુરમાં એમ શા માટે કહ્યું?
‘અમારી સરકાર ફરી આવવાની ગેરંટી નથી, પરંતુ..’ ગડકરીએ નાગપુરમાં એમ શા માટે કહ્યું?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપે છે, એ નિવેદનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તાજેતરમાં જ નીતિન ગડકરીએ પોતાની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી હતી, જે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને તેઓ પોતાની કેબિનેટ સહયોગી રામદાસ અઠાવલે સાથે મજાક કરતા ઘણી સરકારોમાં તેમના કેબિનેટ પદ પર બન્યા રહેવાની ક્ષમતા પર કટાક્ષ કરી રહ્યા હતા.
નીતિન ગડકરીએ કહ્યું કે, આ વાતની ગેરંટી નથી કે અમારી સરકાર ચોથી વખત પણ જીતશે, પરંતુ એ નિશ્ચિત છે કે રામદાસ અઠાવલે મંત્રી બનશે. જો કે, નીતિન ગડકરીએ બાદમાં સ્પષ્ટ કરી દીધું કે તેઓ બસ મજાક કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPIA)ના નેતા રામદાસ અઠાવલે 3 વખત મંત્રી રહી ચૂક્યા છે અને તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે જો ભાજપ સત્તામાં પાછી આવે છે તો તેઓ ફરીથી મંત્રી બનશે.
ઉલ્લેખનીય છે કે, રામદાસ અઠાવલેએ રવિવારે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મોટી માગ રાખી છે. તેમણે સત્તાધારી મહાયુતિ સરકારમાં તેમની પાર્ટી RPI(A)ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 10-12 સીટો પર ચૂંટણી લડવાની તકની માગ કરી હતી. નાગપુરમાં સંમેલનને સંબોધિત કરતા રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે RPI(A) પોતાના પાર્ટી ચિહ્ન પર ચૂંટણી લડશે અને વિદર્ભમાં 3-4 સીટો માગશે, જેમાં ઉત્તર નાગપુર, ઉમરેડ (નાગપુર), યવતમાલમાં ઉમરખેડ અને વાશિમ સામેલ છે.
રામદાસ અઠાવલેની પાર્ટી મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, જેમાં ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજીત પવારની NCPનો સમાવેશ થાય છે. રામદાસ અઠાવલેએ દાવો કર્યો કે, અજીત પવારના નેતૃત્વવાળી NCPને મહાયુતિમાં સામેલ કરવાના કારણે RPI(A)ને વાયદા છતા રાજ્યમાં કોઈ મંત્રી પદ મળ્યું નથી. પાર્ટીને કેબિનેટ પદ, 2 પાલિકાની અધ્યક્ષતા અને જિલ્લા સ્તરીય સમિતિઓમાં ભૂમિકા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પવાર સામેલ થવાના કારણે આ બધુ ન થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે નવેમ્બરમાં ચૂંટણી થવાની સંભાવના છે.
Related Posts
Top News
વિધાનસભા પ્રાંગણમાં હોળી રમનારા ધારાસભ્યો પાસે આશા રાખીએ કે મતદારોના જીવનમાં પણ આનંદના રંગો પૂરજો
સુરત મેટ્રોનું કામ હવે આ વર્ષમાં પૂરું થશે, Khabarchheમાં સીરિઝ ચાલી હતી
'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ
Opinion
