- National
- રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS)ના નેતા રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં ઔરંગઝેબની કબર, કુંભ અને ગંગા નદીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું કે, ' કુંભ પર મેં જ્યારે નિવેદન આપ્યું તો કેટલાક નવા હિન્દુત્વવાદીઓએ કહ્યું કે, મેં કુંભનું અપમાન કર્યું . આપણા દેશમાં નદીઓની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. નદીઓને આપણે માતા કહીએ છીએ. પહેલા રાજીવ ગાંધી અને હવે 2014માં મોદીએ કહ્યું કે, ગંગાની સાફ કરશે, પરંતુ ગંગામાં સ્નાન કરીને લાખો લોકો બીમાર થયા. સવાલ ગંગાના અપમાન અને કુંભના અપમાનનો નથી, સવાલ ગંગાની સફાઈનો છે. આ સિવાય રાજ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબને લઇને પણ મોટું નિવેદન આપ્યું હતું.

રાજ ઠાકરેએ કહ્યું કે, અત્યાર સુધી 33 હજાર કરોડ રૂપિયા ગંગાની સફાઈમાં ખર્ચ થયા છે. અડધા સળગેલા શબોને ગંગામાં વહાવવામાં આવી રહ્યા છે. જો ધર્મ આપણી પ્રાકૃતિક સંપત્તિની રક્ષા વચ્ચે ઘર્મ આવી રહ્યો હશે, તો ધર્મનો શું કામનો? ત્યાં અલગ વ્યવસ્થા કેમ બનાવવામાં આવતી નથી? શું આપણે ધર્મના નામ પર નદીઓને બરબાદ અને પ્રદૂષિત નથી કરી રહ્યા? જ્યારે હું આ બધું જોઈ રહ્યો હતો ત્યારે મને ન સમજાયું. તેમણે કહ્યું કે, 65 કરોડ લોકોએ સ્નાન કર્યું, તેનો અર્થ કે અડધા ભારતે સ્નાન કર્યું. મહારાષ્ટ્રની નદીઓની હાલત પણ એટલી જ ખરાબ છે.
રાજ ઠાકરેએ ઔરંગઝેબની કબરને લઇને કહી આ વાત
રાજ ઠાકરેએ કહ્યું કે, 'ઔરંગઝેબની કબર રહેવી જોઈએ કે ઉખાડી દેવી જોઈએ તેના પર હવે આપણે વાસ્તવિક મુદ્દાઓને છોડીને ચર્ચા કરી રહ્યા છીએ. ફિલ્મ જોઈને જાગનારા હિંદુ કોઈ કામના નથી. વિક્કી કૌશલ ફિલ્મમાં મર્યો ત્યારે લોકોને સંભાજી મહારાજ સમજાયા. ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક વિચાર છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, 'અફઝલ ખાન અને શિવાજી મહારાજ બંનેના વકીલ બ્રાહ્મણ હતા, પરંતુ જૂના ઈતિહાસને લઈને હજુ પણ જાતિની રાજનીતિ થઈ રહી છે. હું ફરી એક વખત કહું છું કે, ઔરંગઝેબનું રાજ અફઘાનિસ્તાનથી દક્ષિણ સુધી હતું. ઔરંગઝેબના પુત્રને શહ સંભાજી મહારાજે આપી હતી. આટલો મોટો બાદશાહ કેમ મૃત્યુ સુધી મહારાષ્ટ્રમાં કેમ રહ્યો, કારણ કે તેણે છત્રપતિ શિવાજી મહારાજના વિચારને મારવા હતા.
રાજ ઠાકરેએ કહ્યું કે, 'હવે જે કબર છે, તેને શણગાર્યા વિના રાખો અને ત્યાં બોર્ડ લગાવો કે જે અમને મારવા આવ્યો તેને અમે અહીં ગાડી દીધો. આપણા ઈતિહાસ બાબતે ખબર પડવી જોઈએ કે આપણા દુશ્મનોને આપણે માટીમાં ગાડ્યા. બાળકોને શીખવવું જોઈએ, આગામી પેઢીને બતાવવું જોઈએ કે જુઓ, આપણા પૂર્વજોએ આવા ક્રૂર શાસકોને અહીં માર્યા હતા.
Related Posts
Top News
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Opinion
