- National
- ‘કોઇ મરી ગયું ત્યાં?', લેમ્બોર્ગિનીથી મજૂરોને કચડ્યા બાદ બોલ્યો નબીરો
‘કોઇ મરી ગયું ત્યાં?', લેમ્બોર્ગિનીથી મજૂરોને કચડ્યા બાદ બોલ્યો નબીરો

નોઈડાના સેક્ટર 94માં M3M પ્રોજેક્ટ પાસે ફૂટપાથ પર બેઠા 2 મજૂરોને પૂરપાટ ઝડપે જતી એક લેમ્બોર્ગિની કારે ટક્કર મારી દીધી હતી. જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તો કાર ચલાવી રહેલા દીપક નામના વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને વાહન જપ્ત કરી લીધું. વાસ્તવમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લેમ્બોર્ગિની કાર દીપકની નહોતી, પરંતુ તે તેને ટેસ્ટ ડ્રાઈવ માટે લાવ્યો હતો. દીપક બ્રોકર તરીકે કામ કરે છે અને કારને ચેક કરવા માટે કાર ચલાવી રહ્યો હતો.
https://twitter.com/AshwiniSahaya/status/1906393332064170310
તેણે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, કારની સ્ક્રીન પર કંઇક એરર આવી રહી હતી, જેને જોવા માટે તે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના થઇ ગઇ.

આ ઘટના નોઈડા સેક્ટર 126 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરખા ગોલચક્કર પાસે થઇ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સૂચના આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં પહોંચાડ્યા, જ્યાં તેમની હાલત હવે જોખમથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો, આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આરોપી કાર ચાલક પાસે જ્યારે લોકો જાય છે ત્યારે તે કારની અંદર બેસીને કહે છે કે 'ત્યાં કોઈ મરી ગયું કે?' ત્યારબાદ જ્યારે લોકો ગુસ્સે ભરાયા તો આરોપી તરત જ કારમાંથી બહાર નીકળ્યો.

નોઈડા પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, આ અકસ્માત ચરખા ગોલચક્કર (સેક્ટર 94) પાસે થયો હતો, જેમાં 2 મજૂરો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલમાં મોકલ્યા, જ્યાં તેમની હાલત હવે જોખમની બહાર છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને કાર જપ્ત કરી લીધી છે. આ મામલે FIR નોંધીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Top News
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
Opinion
-copy.jpg)