દીકરા માટે માનેલી માનતા પૂરી કરવા દંડવત વૈષ્ણોદેવી જવા નીકળ્યા પિતા

On

જ્યારે માણસ બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે એક આશા હંમેશાં રાખતો હોય છે કે, હવે તો ભગવાન કરે તે જ ખરું. શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે અને તેની તાકત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે. ભગવાન ઉપર ભરોસો રાખવા માત્રથી વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપરાંત ઘણું બધું કામ કરી બતાવે છે. લોકો માનતાઓ માનતા હોય છે, ઉપવાસ કે વ્રત કરતા હોય છે. આ તમામ પાછળ શ્રદ્ધા જ વ્યક્તિ મનોબળ પૂરું પાડે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. દીકરાના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા મહારાષ્ટ્રથી વૈષ્ણોવદેવી સુધી પિતાએ દંડવત યાત્રાની શરૂઆત કરી છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો.

મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા દેવીદાસ શિરપાદ થોરાત (ઉંમર 45)ના પોતાના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. તેના 10 વર્ષીય દીકરાને કરંટ લાગ્યો હતો અને તેમાં તે આખા શરીરે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટરોએ પણ ના પાડી દીધી હતી. પિતા સહિત પરિવારના તમામ સભ્યો નિરાશ થઈ ગયા હતા. પોતાના દીકરાને બચાવવા માટે પિતા ગમે તે કરવા તૈયાર હતો. તેથી તેણે પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા રાખી હતી.

માતા વૈષ્ણોદેવીની અસીમ કૃપાથી દીકરાનું ઓપરેશન થયું અને સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દીકરાને નવજીવન મળ્યું છે. તે આ માનતા એક વખત પૂરી કરી ચૂક્યો છે. જેમાં તે પોતાની દીકરીને સાથે લઈને ગયો હતો. જ્યારે આ વખત તે એકલો આ માનતા પૂરી કરવા જઈ રહ્યો છે. જેથી પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે દેવીદાસે મહારાષ્ટ્રથી 4 મહિના અગાઉ દંડવત યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં તે પાવાગઢ, અંબાજી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, કટારા સુધી યાત્રા કરી ચૂક્યો છે.

આજે તે તેના સાથી મિત્ર રાજેન્દ્રભાઇ જે તેનો પાડોશી પણ છે. તેની સાથે ગોધરા આવી પહોંચ્યો હતો. જ્યાં એક અખબાર સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, પોતાના દીકરાને કરંટ લાગ્યો હતો, તેના બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટોરોએ પણ ઇનકાર કરી દીધો હતો. જેના કારણે તેણે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા માની હતી. પોતાના દીકરાની સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઓપરેશન થતા તે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવા નીકળ્યો છે. 6 મહિના બાદ તે વૈષ્ણોદેવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, દેવીદાસ આ બીજી વખત વૈષ્ણોદેવીની યાત્રા કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોતાના દીકરાને કરંટ લાગવાના કારણે ગંભીર રીતે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા ન હતી. જેથી તેણે મહારાષ્ટ્ર-વૈષ્ણોદેવી યાત્રા કરવાની માનતા રાખી હતી. સંજોગોવસાત પોતાના દીકરાને સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી કરી બચી જતા. તે ચાર મહિના અગાઉ જ પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી નીકળ્યો હતો. થ્રીજવી મુકે તેવી ઠંડી હોવા છતા પણ માતાજી ઉપર અપાર શ્રદ્ધા હોવાથી આજે તે ગોધરા આવી પહોંચ્યો હતો અને ત્યાંથી તે આગળ લુણાવાડા તરફ જવા નીકળ્યો હતો. રસ્તામાં આવતા મંદિરો અને ધર્મશાળામાં તે રાત્રિ રોકણ કરે છે અને ત્યાં જ જમે છે. સવાર પડતાની સાથે જ દંડવત યાત્રા શરૂ કરે છે. આમ તેની આ અપાર શ્રદ્ધા જ તેને બળ પુરૂ પાડે છે.

Related Posts

Top News

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી...
National  Politics 
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati