- National
- ‘હું રામજીનો વંશજ છું, મને...’ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને લઇને શું બોલ્યા ઈમરાન મસૂદ?
‘હું રામજીનો વંશજ છું, મને...’ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને લઇને શું બોલ્યા ઈમરાન મસૂદ?

વક્ફ સંશોધન બિલને લઈને સંસદથી લઈને રસ્તાઓ સુધી દલીલો છેડાઈ ગઇ છે. તેને લઇને વિપક્ષના સાંસદ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સહારનપુર સીટના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને લઈને સરકાર પર પ્રહાર કર્યો છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂકના પ્રાવધાન પર તેઓ ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે, હું રામજીનો વંશજ છું અને મને પણ રામ મંદિર ટ્રસ્ટમાં રાખવામાં આવે. આ સિવાય તેમણે બીજું શું કહ્યું, ચાલો જાણીએ.

મીડિયા સાથે વાત કરતા ઈમરાન મસૂદે પૂછ્યું કે, અમારી સાથે શું દુશ્મની છે કે તમે અમને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે, વક્ફની આવકથી અનાથ અને ગરીબ લોકોની મદદ થાય છે. ઈમરાને વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમો પર કહ્યું કે, વક્ફમાં 22 સભ્યો હશે. 22માંથી 12થી વધુ બિન-મુસ્લિમ હશે, તેઓ શું કરશે? તેમને વક્ફની ખબર છે. તમે મને રામ મંદિર ટ્રસ્ટની અંદર રાખી દો. મેં કહ્યું કે હું પણ રામજીનો વંશજ છું. તમે મને કહો નથી તો કેવી રીતે નથી. તમે સાબિત કરી દેશો કે હું નથી. હું સાબિત કરી દઇશ કે હું છું. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકાર કહી રહી છે કે વક્ફ લેખિતમાં થશે. મરતી વખતે કોઈ વ્યક્તિ 2 લોકોની ઉપસ્થિતિમાં વક્ફ વાંચે છે, તો તમે તેને નહીં માનો.

વક્ફ બોર્ડનો દાવો
બુધવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ સંસદ ભવનમાં વક્ફ સંશોધન બિલ રજૂ કરતા કહ્યું હતું કે, આ સમયની જરૂરિયાત છે. જો બિલ લાવવામાં ન આવ્યું હોત તો સંસદ ભવન અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર વક્ફ પ્રોપર્ટી હોત કેમ કે વક્ફ બોર્ડે તેમના પર દાવો કર્યો હતો. વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે. જેમાંથી 10 સભ્યો મુસ્લિમ હશે. જેમાં 2 મહિલાઓ સહિત વધુમાં વધુ 4 બિન-મુસ્લિમ સભ્યો હશે.

આ સિવાય વક્ફ કાઉન્સિલમાં સાંસદ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના રિટાયર્ડ જજ, પૂર્વ નોકરશાહ અને વકીલો પણ હશે, આ સાંસદો કોઈપણ ધર્મના હોઈ શકે છે. આ મુદ્દા પર વાત કરતા ઇમરામ મસૂદ ગુસ્સે થઈ ગયા. ઉલ્લેખનીય છે કે સંસદમાં મોડી રાત્રે વક્ફ બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું અને તેની તરફેણમાં 288 મત પડ્યા છે, જ્યારે, બિલના વિરોધમાં 232 મત પડ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે, જ્યાં તેની ચર્ચા થશે અને પછી તેને પાસ કરાવવા માટે મતદાન થશે.
Related Posts
Top News
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Opinion
-copy-recovered3.jpg)