'ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે ખોટું છે', સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસને ફટકાર લગાવી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ સિવિલ કેસોને વારંવાર ફોજદારી કેસમાં રૂપાંતરિત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસની ઝાટકણી કાઢી છે. CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે અને કાયદાનું શાસન ભંગાણ તરફ જઈ રહ્યું છે. કોર્ટે એક કેસમાં ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી અને ઉત્તર પ્રદેશના DGP પ્રશાંત કુમાર અને તપાસ અધિકારીને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. CJI સંજીવ ખન્નાએ એમ પણ કહ્યું કે, તપાસ અધિકારી (IO)ને કઠેડામાં ઉભા કરવા જોઈએ અને તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવો જોઈએ. અધિકારીઓને પણ પાઠ ભણાવવો જોઈએ.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો ચેક બાઉન્સ સાથે સંબંધિત છે. પોલીસે સિવિલ કેસને ફોજદારી કેસમાં રૂપાંતરિત કર્યા પછી સમન્સ બહાર પાડયું હતું અને ચાર્જશીટ દાખલ કરી હતી. અરજદારે આની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી અને આરોપ લગાવ્યો કે, પોલીસે કેસ બદલવા માટે લાંચ લીધી.

Supreme Court, UP Police
chetnamanch.com

CJI સંજીવ ખન્નાએ કહ્યું, 'UPમાં જે કંઈ થઈ રહ્યું છે, તે ખોટું છે. દરરોજ, સિવિલ કેસ ફોજદારી કેસોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. આ વાહિયાત છે, ફક્ત પૈસા ન ચૂકવવાને ગુનો ન બનાવી શકાય. હું તપાસ અધિકારીને સાક્ષીના કઠેરામાં આવવા કહીશ. તપાસ અધિકારીને સાક્ષીના કઠેરામાં ઊભા રહેવા દો અને ગુનાનો કેસ બનાવવા દો. અમે દિશા નિર્દેશો આપીએ છીએ, તેને પાઠ શીખવા દો, આ રીતે તમે ચાર્જશીટ દાખલ કરો છો તે રીત બરાબર નથી. CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દર વખતે આવું થઈ રહ્યું છે, તે ખૂબ જ વિચિત્ર છે.

Supreme Court, UP Police
mahanagartimes.com

ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, હું DGPને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા કહીશ. આ ખોટું છે. અમે આ કેસને અવગણી રહ્યા છીએ, પણ હવે જો ઉત્તર પ્રદેશમાં કોઈ પણ આવો કેસ આવશે તો અમે પોલીસ પર દંડ લગાવીશું. આ પહેલી વાર નથી જ્યારે મુખ્ય ન્યાયાધીશે સિવિલ કેસોને ફોજદારી કેસમાં રૂપાંતરિત કરવાના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેમણે કહ્યું હતું કે, આ પ્રથા કેટલાક રાજ્યોમાં અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું હતું કે, સિવિલ કેસોનું વારંવાર ફોજદારી કેસોમાં રૂપાંતર થવાથી ન્યાયતંત્ર પર એવા કેસોનો બોજ પડે છે, જે સિવિલ અધિકારક્ષેત્ર દ્વારા સંભાળી શકાય છે.

Supreme Court, UP Police
lawtrend.in

CJI સંજીવ ખન્નાએ DGP અને IOને ચુકાદામાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અંગે સોગંદનામું રજૂ કરવા કહ્યું અને IOએ કોર્ટમાં હાજર રહીને કેસમાં પોતાનું નિવેદન નોંધાવવું પડશે. આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ કેસ 5 મે સુધી ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

UP પોલીસના વકીલે કોર્ટના નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, તેમને સોગંદનામું રજૂ કરવા દો અને કહ્યું કે, આરોપીઓ સામેની કાર્યવાહી ત્યાં સુધી સ્થગિત રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.