- National
- શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે
શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

હાલમાં દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને થોડો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ત્રણ ભાષાના પાસાએ દક્ષિણના રાજ્યોને પણ નારાજ કર્યા છે. તમિલનાડુમાં આને હિન્દુ ભાષા ઉપર નાંખવામાં આવી એ રીતે જોવામાં આવે છે. CM MK સ્ટાલિને અનેક વખત આનો વિરોધ કર્યો છે, તેમણે મોદી સરકાર પર ઘણી વખત નિશાન સાધ્યું છે. હવે આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
હાલમાં સંઘનો અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કાર્યક્રમ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં પહેલી પત્રકાર પરિષદ યોજાઈ હતી. તે પહેલી પત્રકાર પરિષદમાં, સંઘના નેતા CR મુકુન્દાએ ત્રણ ભાષા વિવાદ પર વિગતવાર વાત કરી. તેઓ કહે છે કે કોઈ પણ માતૃભાષા હોય, તેનો ઉપયોગ રોજિંદા જીવનમાં દરરોજ થાય છે. સંઘે હજુ સુધી ત્રિભાષા સૂત્ર શું છે તે અંગે કોઈ પ્રસ્તાવ પસાર કર્યો નથી, પરંતુ હા, માતૃભાષા અંગેનો પ્રસ્તાવ ચોક્કસ પસાર થયો છે.

મુકુંદ વધુમાં કહે છે કે, માત્ર શાળામાં જ નહીં પરંતુ સમાજની દ્રષ્ટિએ પણ વધુ ભાષાઓનું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે. એક તો છે આપણી માતૃભાષા, બીજી આપણી સ્થાનિક ભાષા છે, તેને આપણે બજારમાં ચાલતી ભાષા પણ કહી શકીએ છીએ. ધારો કે જો આપણે પણ તમિલનાડુમાં રહીએ છીએ તો આપણે તમિલ ભાષા શીખવી જોઈએ. જો આપણે દિલ્હીમાં રહીએ છીએ, તો હિન્દી શીખવી મહત્વપૂર્ણ છે કારણ કે આપણે પણ બીજાઓ સાથે વાતચીત કરવી પડે છે. કેટલાક લોકો માટે કારકિર્દીની ભાષા મહત્વપૂર્ણ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં, એક કારકિર્દી ભાષા બની, એક સ્થાનિક ભાષા બની અને ત્રીજી માતૃભાષા બની.

જોકે, 2018માં, ABPSએ એક ઠરાવ પસાર કર્યો જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. ત્યારે તે દરખાસ્તમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, સરકારે એવી નીતિ પણ બનાવવી જોઈએ કે જેથી ઓછામાં ઓછું એક બાળક તેની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવી શકે. જોકે, સંઘનો આ અભિગમ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં તેમના તરફથી હિન્દીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.
https://twitter.com/ANI/status/1902927511610331275
જોકે, BJP હજુ પણ દાવો કરી રહ્યું છે કે, તેના માટે ત્રણ ભાષાઓનો અર્થ એ નથી કે, દક્ષિણના રાજ્યોમાં ફક્ત હિન્દીનો અભ્યાસ કરવો પડશે. તેનો સીધો અર્થ એ છે કે, તમિલ અને અંગ્રેજીની સાથે ત્રીજી ભાષા શીખવી મહત્વપૂર્ણ છે; તે ત્રીજી ભાષા દક્ષિણની કોઈપણ ભાષા હોઈ શકે છે.
Related Posts
Top News
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
Opinion
