- National
- મારા હાથે હત્યા થઇ છે, લોકો જે પણ કહે, જ્યારે બ્રિજભૂષણે ઑન કેમેરા સ્વીકારેલું
મારા હાથે હત્યા થઇ છે, લોકો જે પણ કહે, જ્યારે બ્રિજભૂષણે ઑન કેમેરા સ્વીકારેલું

ઉત્તર પ્રદેશના કેસરગંજથી ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ ફરી એક વખત વિવાદોમાં છે. આ વખત એ ભારતીય પહેલવાનોએ વૃજભુષણ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમણે કુશ્તી દંગલમાં સારા સારાઓને પરાજિત કર્યા છે. વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા સહિત 30 કરતા વધુ પહેલવાન દિલ્હીના જંતર-મંત્ર પર સતત ત્રીજા દિવસે ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહીની માગ કરતા ધરણાં કરી રહ્યા છે. વૃજભૂષણ શરણ સિંહનો વિવાદો સાથે જૂનો સંબંધ છે.
તેઓ ગોંડા અને કેસરગંજથી 6 વખતના સાંસદ છે, જેમાંથી 5 વખત ભાજપ તો એક વખત સમાજવાદી પાર્ટીથી જીત્યા છે. બાહુબલી છબીવાળા વૃજભૂષણ સિંહ પર અંડરવર્લ્ડ સાથે કનેક્શનના આરોપ પણ લાગી ચૂક્યા છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગના લોકોને આશ્રય આપવાના આરોપમાં વૃજભૂષણ જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. જો કે, ત્યારબાદ આ કેસમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. એ સિવાય વૃજભૂષણે ઑન કેમેરા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તેમના હાથે એક હત્યા થઇ છે.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશ વિધનસભાની ચૂંટણી દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં વૃજભૂષણ શરણ સિંહે હત્યા કરવાની વાત ઑન કેમેરા સ્વીકારી હતી. 'લલ્લનટોપ' સાથે વાત કરતા વૃજભૂષણે કહ્યું હતું કે, મારી જિંદગીમાં મારાથી એક હત્યા થઇ છે. લોકો ભલે જે કહે, રવીન્દ્રને જે વ્યક્તિએ માર્યો હતો, તેની પીઠમાં મેં ગોળી મારી હતી. રવીન્દ્ર વૃજભૂષણનો મિત્ર હતો. બંને અને વધુ એક મિત્ર સાથે એક જગ્યાએ ગયા હતા, જ્યાં રવીન્દ્રને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા વૃજભૂષણે કહ્યું હતું કે, તેનાથી એક હત્યા થઇ છે.
પંડિત સિંહ બાબતે વાત કરતા વૃજભૂષણ કહે છે કે, વિનોદ કુમાર ‘પંડિત’નો સગો ભાઇ હતો, જેનું નામ રવીન્દ્ર હતું. રવીન્દ્ર, અવધેશ પ્રતાપ સિંહ અને હું, ત્રણેય કોમન મિત્ર હતા. જ્યારે હું કોન્ટ્રાક્ટ લાઇનમાં આવ્યો તો તેને કામ જોવા લગાવ્યો હતો. અમે બરાબરના પાર્ટનર હતા. એક ઘટના થઇ જેમાં રવીન્દ્રને ગોળી લાગી ગઇ. મેં પોતાના જીવનમાં એક હત્યા કરી છે. રવીન્દ્રને જે વ્યક્તિએ માર્યો, મેં હાથ છોડાવીને તેને રાઇફલથી મારી દીધો અને તે મરી ગયો. લલ્લુ સિંહ સાક્ષી છે કે એ સમયે શું પરિસ્થિતિ હતી. ત્યારબાદ પંડિત સિંહને અમે બધો બિઝનેસ સોંપી દીધો.
Related Posts
Top News
'ઈન્ડિયા' શબ્દ બદલીને ભારત કે હિન્દુસ્તાન કરવા પર જલદી લે નિર્ણય, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને આપ્યા નિર્દેશ
સુપ્રીમ કોર્ટના જજ તપાસ એજન્સીઓ-નીચલી અદાલતો પર થયા ગુસ્સે, કહ્યું, 'આ પોલીસ રાજ નથી...'
નાગપુર હિંસા પાછળ કોણ છે અને કેવા પ્રકારનું કાવતરું છે; DyCM શિંદેએ કર્યો મોટો ખુલાસો
Opinion
