- National
- ફ્રીની જાહેરાતો માટે ફંડ ક્યાંથી આવશે? દિલ્હીના CM રેખા ગુપ્તાએ જણાવ્યું, આતિશી ટેન્શનમાં
ફ્રીની જાહેરાતો માટે ફંડ ક્યાંથી આવશે? દિલ્હીના CM રેખા ગુપ્તાએ જણાવ્યું, આતિશી ટેન્શનમાં

દિલ્હીની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે મહિલાઓને 2500 રૂપિયા આપવા, ગર્ભવતી મહિલાઓને 25000 રૂપિયા આપવા, મફત સિલિન્ડર, મફત વીજળી, પાણી, મફત બસ સેવા જેવી ઘણી જાહેરાતો કરી રાખી છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિષી વારંવાર કહી રહ્યા છે કે ભાજપ સરકાર પૈસા આપી રહી નથી. કેમ કે તેમની પાસે ફંડ નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ સવાલનો જવાબ આપ્યો છે.

વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ' બહુંત ખફા હૈ કી લહજા બદલ ગયા મેરા જબ ઉનકે લહજે મેં બાત કરની શુરૂ કી હમને'. રેખા ગુપ્તાએ કહ્યું કે, તેમના નસીબમાં પક્ષમાં બેસવાનું નથી. દિલ્હીનું આટલું મોટું બજેટ આવ્યું, તેમાં કમી કાઢવામાં કોઇ કસર ન છોડી. ટ્વીટર અને મીડિયામાં એવું કહેતા ફરી રહ્યા છે કે અમે દિલ્હીને બરબાદ કરી રહ્યા છીએ. પરંતુ સારું અને મોટું બજેટ આવ્યું છે, તો ખુશી થવી જોઈએ.
અહીંથી આવશે ફંડ
રેખા ગુપ્તાએ કહ્યું કે, વારંવાર પૂછવામાં આવી રહ્યું છે કે જાહેરાતો માટે ફંડ ક્યાંથી આવશે. હું તેમને કહેવા માગુ છું કે થોડા દિવસોમાં બધી જ ખબર પડી જશે. બની શકે કે કેન્દ્ર સરકારની મદદની જરૂર ન પડે કેમ કે જો તેમણે લીકેજ કર્યું છે, તેને જ બંધ કરી દઇશું તો પણ આ યોજનાઓ માટે ફંડ આવી જશે. રેખા ગુપ્તાનું એવું કહેવું હતું કે 'ચોરી બંધ'ના નારા લાગવાના શરૂ થઇ ગયા.

દિલ્હીના મુખ્યમંત્રીએ રેખા ગુપ્તાએ કહ્યું કે, અગાઉની સરકારે બજેટનો દુરુપયોગ કર્યો. કાગળ પર ફંડ રાખ્યું, પરંતુ બજેટ ક્યાંય નહોતું. ઇમ્પ્રૂવમેન્ટ ઓફ SC-STમાં માત્ર 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે બજેટ 65 કરોડનું હતું. જય ભીમ મુખ્યમંત્રી યોજનામાં વર્ષ 2022-23માં 70 કરોડ રૂપિયા લાવ્યા, પરંતુ એક પણ રૂપિયાનો ખર્ચ ન કરી શક્યા.
વર્ષ 2023-24માં 20 કરોડ રૂપિયા રાખ્યા અને 1 લાખ ખર્ચ કર્યા. મુખ્યમંત્રી વિદ્યાર્થી પ્રતિભા યોજનામાં વર્ષ 2020-21માં 150 કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ 0 ખર્ચ કર્યો. પરંતુ પોતાનો પ્રચાર કરવામાં કોઈ કમી નહોતી. વર્ષ 2015માં જાહેરાતનો ખર્ચ 127 કરોડ રૂપિયા હતો, જે અગાઉની સરકાર કરતા 5 ગણો હતો. વર્ષ 2021-22માં તે 621 કરોડ રૂપિયા થઈ ગયો. આમ આદમી પાર્ટીની વર્ષગાંઠ મનાવવા પર તેમણે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. જ્યારે દિલ્હીની દિવાળી વર્ષ 2021-22માં 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને કાર્યક્રમના પ્રસારણમાં 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
About The Author
Related Posts
Top News
ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...
ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ?
ગરીબ કેમ હંમેશાં 'ગરીબ' રહી જાય છે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું- FOMO છે કારણ
Opinion
