કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા શરીફ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સદ્વભાવ, શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો હતો, પરંતુ તેમની આ મુલાકાતની ભાજપે તીખી નિંદા કરી છે અને તેને મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું છે. બીજી તરફ, મમતાએ વિપક્ષના વલણની આકરી ટીકા કરતા કહ્યું છે કે તેમની દરગાહની મુલાકાત અને તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવનાર વિપક્ષી બેચેન થઈ ગયા છે.

Mamata-Banerjee1
zeebiz.com

ફરફુરા શરીફ શું છે?

બેનર્જીએ લગભગ એક દાયકા બાદ હુગલી જિલ્લાના એક ગામમાં ફુરફુરા શરીફની મુલાકાત લીધી હતી. ફુરફુરા શરીફ બંગાળી મુસ્લિમોના એક વર્ગના મુખ્ય 'પીર' (ધાર્મિક નેતા) મોહમ્મદ અબુ બકર સિદ્દીકીની પવિત્ર દરગાહ છે. આ દરગાહમાં ઈબાદત કર્યા બાદ મમતાએ મુસ્લિમોની ઈફ્તારમાં ભાગ લીધો હતો, પરંતુ તે પહેલા તેમણે સ્થાનિક ધાર્મિક નેતાઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ જોઈને હું નિરાશ થયો છું જે મારા અહીં આવવાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે. આ જગ્યાની આ મારી પહેલી મુલાકાત નથી; હું અહીં અગાઉ પણ લગભગ 15-16 વખત આવી ચૂકી છું. 

તેમણે કહ્યું કે, જ્યારે હું કાશી વિશ્વનાથ મંદિર કે પુષ્કર જાઉં ત્યારે તમે આ સવાલ કેમ નથી પૂછતા? જ્યારે હું દુર્ગા પૂજા અને કાલી પૂજા કરું છું કે ક્રિસમસ સમારોહમાં ભાગ લઉં છું ત્યારે તમે કેમ ચૂપ રહો છો? જ્યારે મેં હોળી દરમિયાન બધાને શુભકામનાઓ પાઠવી, ત્યારે આવા સવાલ કેમ પૂછવામાં ન આવ્યા? બંગાળની ભૂમિ સદ્ભાવની ભૂમિ છે અને આ મંચ પરથી અમારો સંદેશ રાજ્યના તમામ સમુદાયો વચ્ચે સદ્ભાવ, શાંતિ અને એકતાનો છે.

Mamata-Banerjee
aajtak.in

 

આગલા દિવસે, વિવિધ વિપક્ષી નેતાઓએ બેનર્જીની ફુરફુરા શરીફની મુલાકાત પર ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે તેમના વાસ્તવિક ઇરાદા રાજનીતિક હતા અને તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે થનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય પાસે ચૂંટણી સમર્થન મેળવવાનો હતો. ભાજપે તેને મુસ્લિમ તુષ્ટિકરણ કરાર આપ્યો છે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના નિવેદન પર TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, આ પૂરી રીતે ખોટો આરોપ છે. તેઓ એક નિમંત્રણ પર ત્યાં ગયા હતા અને અગાઉ પણ ફુરફુરા શરીફની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષી નેતાને ડર સતાવી રહ્યો છે કે ભાજપના કેટલાક વધુ નેતાઓ ભાજપ છોડીને TMCમાં આવી રહ્યા છે. એટલે આવી વાતો કરી રહ્યા છે, જોકે અમને આ ડર સારો લાગે છે.

Related Posts

Top News

ઓનલાઇન ગેમિંગ બિલ પાસ થતા જ MPL, Dream11, Zupeeનો મોટો નિર્ણય

રાજ્યસભામાંથી ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર થતા જ, રિયલ મની ગેમિંગ ઈન્ડસ્ટ્રીના મોટા ખેલાડીઓ MPL, Dream11 અને Zupeeએ...
ઓનલાઇન ગેમિંગ બિલ પાસ થતા જ MPL, Dream11, Zupeeનો મોટો નિર્ણય

આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેના હેઠળ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વીઝા...
World 
આ લોકોને વીઝા આપવા પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ, કારણ છે એક ભારતીય

ઉમા ભારતીએ કહ્યું- મુસ્લિમ સમાજના લોકો પણ સારી રીતે જાણે છે કે કાશી-મથુરા...

એક ન્યૂઝ ચેનલનો શોમાં ભાજપના પૂર્વ સાંસદ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર કાશી- મથુરાનો મધપુડો છંછેડી...
Politics 
ઉમા ભારતીએ કહ્યું- મુસ્લિમ સમાજના લોકો પણ સારી રીતે જાણે છે કે કાશી-મથુરા...

રખડતા કૂતરાઓને છોડી દેવાશે પણ..., સુપ્રીમ કોર્ટના આદેશમાં જાણો શું-શું છે

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કર્યો છે, જેમાં રખડતા...
National 
રખડતા કૂતરાઓને છોડી દેવાશે પણ..., સુપ્રીમ કોર્ટના આદેશમાં જાણો શું-શું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.