- National
- ‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરતા દેખાય છે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો ફોટો
‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરતા દેખાય છે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો ફોટો
છેલ્લા કેટલાક સમયથી Googleનુ સર્ચિંગ ખૂબ જ વિવાદોમાં રહ્યુ છે. કેટલાક સમય પહેલા સુધી Google પર 'ઈડિયટ' શબ્દ સર્ચ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો દેખાતો હતો, ત્યારબાદ 'ભિખારી' સર્ચ કરવા પર પાક PM ઈમરાન ખાનનો ફોટો દેખાવા માંડ્યો. ગુરુવારે Google પર જ્યારે 'બાર ગર્લ ઈન ઈન્ડિયા' લખીને સર્ચ કર્યુ તો સૌથી ઉપર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનુ વિકીપીડિયા પેજ દેખાવા માંડ્યુ.
સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, Google પર ‘Bar Girl in India’ સર્ચ કરતા સોનિયા ગાંધીનુ નામ સૌથી પહેલા રિઝલ્ટ તરીકે આવી રહ્યુ છે. આવુ માત્ર Google પર જ નહીં પરંતુ વધુ એક સર્ચ એન્જિન બિંગ પર પણ જોવા મળ્યુ. થોડાં દિવસો પહેલા જ્યારે Googleના CEO સુંદર પિચાઈને આ અંગે પૂછવામાં આવ્યુ હતુ, ત્યારે તેમણે તેની પાછળ Google કી-વર્ડ અને અલ્ગોરિધમને કારણે આવુ થઈ રહ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. જોકે, કોંગ્રેસની સાયબર ટીમના કાઉન્ટરને કારણે હવે આવુ સર્ચ રિઝલ્ટ આવવાનુ બંધ થઈ ગયુ છે.

Google ટ્રેન્ડ્સના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે Google પર બાર ગર્લ ઈન ઈન્ડિયાને સૌથી વધુ વાર સર્ચ કરવામાં આવ્યુ. 19 ડિસેમ્બરે ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ. જોકે, 20 ડિસેમ્બરે તેને સર્ચ કરનારાઓની સંખ્યા ઓછી થઈ ગઈ. ગુરુવારે રાત્રે પણ Google પર બાર ગર્લ ઈન ઈન્ડિયાને સર્ચ કરવામાં આવ્યુ, પરંતુ તેને સર્ચ કરનારાઓની સંખ્યા બુધવાર રાતની સરખામણીમાં ખૂબ જ ઓછી હતી. પરંતુ તેના પરથી ખ્યાલ આવ્યો કે રાતના સમયે લોકો Google પર બાર ગર્લ ઈન ઈન્ડિયા પર વધુ સર્ચ કરી રહ્યા હતા.
Google પર માત્ર બાર ગર્લ ઈન ઈન્ડિયા જ નહીં પરંતુ ઈટાલિયન બાર ડાન્સર ઈન ઈનિડાય, ઈટાલિયન બાર ડાન્સર, બાર ગર્લ, ઈટલી બાર ગર્લ ઈન ઈન્ડિયા જેવા કી-વર્ડ્સ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા. આમ, Google બોમ્બિંગ અને Google વોશિંગ દ્વારા આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી.

