- National
- ‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર આપવાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી સુધારણાની આડમાં આખરે અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે. આ સિવાય તેમણે શું કહ્યું ચાલો જાણીએ.

શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ ઇચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે અને 'એક પાર્ટી એક ચૂંટણી' જ તેમનું અંતિમ લક્ષ્ય છે. સંપાદકીયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાન કરતા રોકવા માગે છે, એજ જ રીતે ભારતમાં અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે અને તેને ચૂંટણી સુધારણાનું નામ આપી દેવામાં આવશે.
સંપાદકીયમાં મંગળવારે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાર્યકારી આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંઘીય ચૂંટણીમાં મતદાન માટે રજિસ્ટ્રેશન હેતું નાગરિકતા સંબંધિત દસ્તાવેજી પ્રમાણને આવશ્યક બનાવવામાં આવ્યા છે અને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થઇ જાય. શિવસેના (UBT)એ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા સૌથી મજબૂત લોકતંત્ર છે. જો કે, એ સ્પષ્ટ છે કે લોકતંત્રના મૂળ ખૂબ નબળા છે.

આ સિવાય શિવસેના (UBT)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પર વિશ્વાસ કરતા નથી. સંપાદકીયમાં ટ્રમ્પને વ્હાઇટ મોદી કરાર આપતા કહ્યું કે, આ પગલું ડેમોક્રેટિક પાર્ટીની 'વોટ બેંક' માટે મોટો ઝટકો છે કેમ કે તેનાથી લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે.
Related Posts
Top News
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
Opinion
-copy.jpg)