- Kutchh
- બિનખેતીની પરવાનગીને સરળ કરવા ગુજરાત સરકારના ટકોરાબંધ પગલા
બિનખેતીની પરવાનગીને સરળ કરવા ગુજરાત સરકારના ટકોરાબંધ પગલા
જમીન મહેસુલ કાયદાની કમલ 65ના અનુસંધાને બિનખેતી પરવાનગી અંગેની કાર્યપદ્વતિ નિયત કરવામાં આવી છે. મહેસુલ વિભાગના ઉપસચિવ વીબી દેસાઈએ પરિત્ર બહાર પાડી જણાવ્યું છે કે શહેરી વિસ્તારોમાં બિનખેતીની પરવાનગી માટેની અરજીઓ સાથે મંજૂર થયેલા નક્શા-લે આઉટ પ્લાન રજૂ કરવાનો આગ્રહ નહી રાખવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
સરકારે શહેરી વિસ્તારોમાં બિનખેતી પરવાનગીની કાર્યપદ્વતિમાં વધુ સરળીકરણના ભાદરૂપે અરજદારોની મુશ્કેલીઓનું નિવારણ થાય તથા બિનખેતી પરવાનગી મેળવવવામાં વિલંબ ન થાય અને શહેરી વિકાસ આયોજનબદ્વ, વ્યવસ્થિત થાય તે હેતુથી બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયામાં સરળતા લાવવા પરિપત્ર દ્વારા તમામ કલેક્ટરો અને તલાટીઓને જાણા કરી છે.
પરિપત્રની માર્ગદર્શિકા..
શહેરી વિસ્તારોમનાં બિનખેતી પરવાગી માટેની અરજીઓ સાથે મંજૂર થયેલા નક્શા-લે આઉટ પ્લાન રજૂ કરવાના રહેશે નહી
મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ સત્તામંડળ તથા જ્યાં ટીપી સ્કીમ લાગુ પડી હોય તેવા નગરપાલિકા વિસ્તારોમાં બિનખેતી પરવાનગી મેળવવાની સાથે અરજદારો દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવે છે. હવેથી તેમાં સેલ્ફ ડેકલેરેશન( સ્વંય એકરાર)નો મુદ્દો પણ સામેલ કરવાનો રહેશે.
સેલ્ફ ડેકલેરેશનમાં શું લખી શકાશે?
- અમોએ માંગણી કરેલી જમીનનો ઉપયોગ જે હેતુ માટે માંગણી કરી છે તે હેતુ અમારી માંગણીવાળી જમીનમાં જીડીસીઆર મુજબ મળવાપાત્ર છે. તેની અમોને જાણ છે તથા તે અનુસાર જ અમોએ માંગણી કરી છે તે અમોને બંધનકર્તા રહેશે. જો ખોટી એફિડેવિટ કરવામાં આવશે તો અમારી સામે બિનખેતી આપનાર સત્તાધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની અમોને જાણકારી છે.
જે નગરપાલિકાઓમાં અંશત: કે સમગ્ર વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ પડેલી ન હોય તેવા નોન ટીપી વિસ્તારોની જમીનોમાં બિનખેતી પરવાનગી આપતી વખતે એપ્રોચ રોડની ઉપલબ્ધતા ગમી અગત્યની બાબત બની જાય છે. જે ધ્યાને લેતા નગરપાલિકાના આ વિસ્તારો માટે અરજદારો દ્વારા રજૂ થતાં સોગંદનામામાં આ બાબતો મુદ્દા નંબર-2માં દર્શાવેલા એકરાર ઉપરાંત વધારાનો સેલ્ફ ડેકલેરેશન કરવાનો રહેશે.
વધારાના સેલ્ફ ડેકલેરેશનનો નમૂનો...
- અમો દ્વારા બિનેખેતી પરવાનગીની માંગણીવાળી જમીનને નગરપાલિકાના હયાત રોડથી ઓછામાં ઓછા 12 મીટરનો એપ્રોચ રોડ મળે છે. તે મુજબની અમો ખાતરી આપીએ છીએ.
કલેકટર-પ્રાંત અધિકારીઓ દ્વારા આ તમામ કિસ્સાઓમાં બિનખેતી મંજૂરી આપ્યા બાદ બિનખેતી પરવાનગીના હુકમમાં નીચે મુજબની શરતોનો ઉલ્લેખ કરવાનો રહેશે.
શરત આ પ્રમાણે રહેશે
- શહેરી વિકાસ વિભાગના લાગુ પડતા સક્ષમ સત્તાધિકારીઓ જમીનના ઉપયોગ પ્રમાણે પ્લાન રજૂ થતાં જે તે વિસ્તારના અમલી નિયમો પ્રમાણે નિર્ણય કરશે અને ભવિષ્યમાં જ્યારે મંજૂર થયેલા પ્લાન વિરુદ્વ કોઈ પણ બાંધકામ થાય અથવા તો કોઈ પણ રીતે મંજુરીનું ઉલ્લંઘન થાય તો નિયમોનુસારની કાર્યવાહી સક્ષમ સત્તાધિકારી કરી શકશે.

