ઇરાકમાં 4500 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું, આ દેવતાનું ટેમ્પલ હતું

PC: navbharattimes.indiatimes.com

પુરાતત્વવિદોએ ઇરાકમાં જમીનની અંદરથી 4500 વર્ષ જૂનુ સુમેરિયન મંદિર શોધી કાઢ્યું છે. આ જગ્યા પર મંદિર મળવું એ એક મહત્ત્વની શોધ માનવામાં આવી રહી છે, કારણ કે આ જગ્યા પર પહેલા ખોદકામ થઇ ચૂક્યું હતું. રિમોટ સેંસિગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની નીચેથી મંદિરને શોધ કાઢવામાં આવ્યું છે.

ઈરાકમાં બ્રિટિશ મ્યુઝિયમના પુરાતત્વવિદોને 4,500 વર્ષ જૂનું સુમેરિયન મંદિર મળ્યું છે. આ મંદિર મેસોપોટામિયાના દેવતા નિંગિરસુનું છે. તે વસંત ઋતુમાંતોફાનાનો દેવ છે. આ મંદિર માટીની ઈંટોથી બનેલું હતું અને તે પ્રાચીન શહેર ગીરસુનું અદભૂત કેન્દ્ર હતું, જે હવે ટેલ્લો તરીકે ઓળખાતું પુરાતત્વીય સ્થળ છે.

લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રાચીન મેસોપોટેમિયાના ક્યુરેટર સેબેસ્ટિયન રેએ જણાવ્યું હતું કે, અમે આ મંદિરને ગિરસુ શહેરની મધ્યમાં શોધી કાઢ્યું છે અને હાલમાં અમે તેનું ખોદકામ કરી રહ્યા છીએ. તે પ્રાચીન મેસોપોટેમિયાના સૌથી મહત્વપૂર્ણ પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિર શહેરના મુખ્ય દેવતાને સમર્પિત છે.

ગિરસું મેસોપોટેમિયાના મધ્યમાં સ્થિત એક સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આ વિસ્તાર યુફ્રેટસ અને ટાઇગ્રિસ નદીઓ વચ્ચેનો વિશાળ વિસ્તાર હતો. તેમાં ઇરાક, પૂર્વ સીરિયા, દક્ષિણપૂર્વીય તુર્કી, પશ્ચિમ ઈરાન અને કુવૈતના ભાગોનો સમાવેશ થાય છે અને તે પ્રારંભિક સંસ્કૃતિનું ઘર હતું. સુમેરિયનો કદાચ સૌથી જૂની સંસ્કૃતિ હોવાનું માનવામાં આવે છે અને તેમણે પ્રથમ ધર્મ અને કાયદાની સ્થાપના કરી હતી.

ફ્રેન્ચ પુરાતત્વવિદ્ અર્નેસ્ટ ડી સરજેકે સૌપ્રથમ 1877માં ગિરસુંના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમણે અહીંથી તમામ કલાકૃતિઓ લઇ ગયા હતા.જેમાં સુમેરિયન રાજા ગુડિયાની 4 હજાર વર્ષ જૂની પ્રતિમાનો સમાવેશ થાય છે. ઘણા લોકોએ વિચાર્યું કે અહીં ખોદવા માટે કંઈ બાકી નથી. ઈરાકમાં અસ્થિરતાએ પણ અમુક સમયે ખોદકામ અટકાવ્યું છે. જોકે સેબેસ્ટિયન અને તેની ટીમને ખાતરી હતી કે અહીં જમીનમાં ઘણું દટાયેલું છે.

સેબેસ્ટિને કહ્યું કે આજે એવું કહેવું કાલ્પનિક નથી કે ગિરસું કદાચ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ હેરિટેજ સાઇટ્સમાંની એક છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. લગભગ એક સદી પહેલા પુરાતત્વવિદોએ અહીં ખોદકામ કર્યું હતું. પરંતુ હવે આ મંદિરનું મળવું એ એક અનોખી શોધ છે. રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી દ્વારા જમીનની નીચેની વસ્તુઓ શોધવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp