દુનિયાની ખુબસૂરત એકટ્રેસ મેરિલીનનું પોટ્રેટ 1500 કરોડમાં વેચાયુ

દુનિયાની બેહદ ખુબસૂરત અને મશહૂર દિવંગત અભિનેત્રી મેરિલીન મનરોનું પોટ્રેટ 1500 કરોડ રૂપિયા ( 195 મિલીયન ડોલર) માં વેચાયું છે. વર્ષ 1964માં બનેલી તેના આ પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી
#AuctionUpdate Andy Warhol’s ‘Shot Sage Blue Marilyn’ breaks the #WorldAuctionRecord for the most expensive 20th century work sold at auction; price realized $195 million pic.twitter.com/kOrIIaeT7J
— Christie's (@ChristiesInc) May 10, 2022
. આ હરાજીનું આયોજન Christie's ઓકશન હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં એક વ્યક્તિએ તેને ખરીધ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોંઘું સૌથી અમેરિકન આર્ટ છે, જેને કોઇએ ખરીધ્યું છે જો કે, મેરિલીનનું પોટ્રેટ કોણે ખરીદ્યું છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
ગેગોસિયન ગેલેરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ટોચના ડીલર એન્ડ્રુ ફેબ્રિકન્ટે CNBCને જણાવ્યું, આ દર્શાવે છે કે કવોલીટી અને અછત હંમેશા બજારને આગળ ધપાવશે. આ ડીલથી લોકોની વિચારસરણીને મનોવૈજ્ઞાનિક દબાણ મળશે.
મેરેલીન મનરોના આ પોટ્રેટને Shot Sage Blue Marilynના નામથી ઓળખવામાં આવે છે. આ પેઇન્ટિંગને 1964માં આર્ટિસ્ટ એંડી વારહોલે બનાવ્યું હતુ. એંડીએ અલગ-અલગ કલર સ્કીમના 5 વર્જન પેઇન્ટ કર્યા હતા. જેને મેરેલીનના મોતના બે વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.
મેરિલીનનું પોટ્રેટ એક મહાન રંગ સંયોજન અને મનમોહક અભિવ્યક્તિ દર્શાવે છે. આ પેઇન્ટિંગ વોરહોલની સૌથી પ્રસિદ્ધ કલાકૃતિઓમાંની એક છે. મેરિલીનનું આ પોટ્રેટ તેની ફિલ્મ Niagara ના પોસ્ટર પર આધારિત છે.
મેરિલીન મનરોની Shot Sage Blue Marilyn’ પેઇન્ટિંગ સ્વિસ આર્ટ ડીલર ફેમિલી, અમ્માન્સને વેચવામાં આવી છે. આ પેઇન્ટિંગ તેમની પાસે વર્ષ 1980 થી હતુ. આ પોટ્રેટ વેચીને જે પૈસા મળશે તે ચેરિટીમાં જશે. ઝ્યુરિચ થોમસ અને ડોરિસ અમ્માન ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ વિશ્વભરના બાળકોના આરોગ્ય અને શિક્ષણ કાર્યક્રમોને સહયોગ આપવા માટે કરવામાં આવશે.
મેરિલીનનું પોટ્રેટ એ હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી અમેરિકન આર્ટવર્ક જ નથી, પરંતુ હરાજીમાં ખરીદવામાં આવેલી વિશ્વની બીજી સૌથી મોંઘી આર્ટવર્ક પણ છે.
આ પહેલાં જે પેઇન્ટિંગ વેચાયા છે, તેની વાત કરીએ તો લિયોનાર્દો દા વિંચીની Salvator Mundi છે જે વર્ષ 2017માં અંદાજે 3500 કરોડ રૂપિયામાં વેચાઇ હતી. ત્રીજા નંબર પર પિકાસોનું આર્ટ Les Femmes d’Alger છે જે પણ વર્ષ 2017માં 1400 કરોડ રૂપિયામાં વેચાયું હતું.
મેરિલીન મનરો એક હોલીવુડ અભિનેત્રી હતી. તેને લિજેન્ડ કેટેગરીમાં રાખવામાં આવે છે. તે તેની સદાબહાર સુંદરતા માટે જાણીતી હતી. તેના ગ્લેમરને લઈને ઘણી ચર્ચા થતી. જો કે, 36 વર્ષની ઉંમરે, 5 ઓગસ્ટ, 1962 ના રોજ મેરેલીનનું અવસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp