આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કરીને જૂની યાદ કરાવી, તમે પણ બાળપણમાં ખોવાઇ જશો

PC: youtube.com/watch?v=CkJBYX3gAaE

દેશની ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે અને કઇંકને કઇંક પોસ્ટ શેર કરતા રહેતા હોય છે.

આનંદ મહિન્દ્રા એવા ઉદ્યોગપતિ જે અનેક એવા નાના લોકોને મદદ કરતા હોય છે, જેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમની લાઇફ બદલાઇ શકે છે. મહિન્દ્રાએ અનેક લોકોની લાઇફ બદલી છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે જોઇને તમને પણ બાળપણના એ દિવસો યાદ આવી જશે.હકિકતમાં, સોશિયલ મીડિયા પર તેમણે જે વીડિયો શેર કર્યો છે તેમાં જૂની વસ્તુઓ બતાવવામાં આવી છે. જે કદાચ દરેકની જિંદગીમાં ક્યારેકને ક્યારેક હશે જ. ભલે સમય આજે બદલાયો છે, પરંતુ તમારી જિંદગીમાં સ્કુટર, રાજદૂત, લેમ્પ, લાલટેન, ગેસ, સ્ટવ, અસ્ત્રી, બેટરી, ઓલ્ડ કાર એવી ઘણી બધી વસ્તુઓ જે જૂના જમાનાની યાદ અપાવે છે.

આ વીડિયો જોયા પછી તમે પણ તમારા બાળપણમાં ખોવાઈ ગયા હશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ આ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે કે, કેટલો યાદગાર દિવસ, જે આપણે સમય સાથે ગુમાવી રહ્યા છીએ. જો આ વસ્તુઓને સાથે રાખવામાં આવે તો નવા યુગ માટે એક મ્યુઝિયમ બનશે.

જગજીત સિંહની એક ગઝલ પણ આનંદ મહિન્દ્રાના વીડિયો જોઇને યાદ આવી જાય છે કે દોલત ભી લે લો, શોહરત ભી લે લો, મગર મુઝકો લોટાદો, બચપન કા સાવન. બાળપણની યાદ એવી હોય છે જે તમે ગમે તેટલા મોટા થાવ તો પણ ભુલાતી નથી.

આ વીડિયો જોયા બાદ અનેક લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- સર, તમે મને રડાવી દીધો, આ વસ્તુઓ બાળપણનું સ્વપ્ન હતું. આજે ભલે આપણી પાસે બધું જ છે, પણ આ જ સામના ખરીદવા માટે તે સમયમાં વિચાર કરવો પડતો હતો.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp