મેટ્રો ટ્રેનમાં બિકીનીમાં સફર કરતી યુવતીનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- પુરષો....

PC: jansatta.com

સોશિયલ મીડિયા પર એક યુવતીની તસ્વીર અને વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી મેટ્રો ટ્રેનમાં બિકીની પહેરીને ટ્રાવેલ કરતી નજરે પડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દિલ્હી મેટ્રો ટ્રેનનો છે. લોકો આ વીડિયો પર જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ સ્ટાઇલના કપડાં હોવાનું લોકો કહી રહ્યા છે.

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક યુવતીએ પોતાનું શરીર ઢાંકવા માટે નામ માત્રના કપડાં ધારણ કર્યા હતા. હવે સોશિયલ મીડિયા પર આ યુવતીની તસ્વીર અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે તો લોકો નારાજગી વ્યકત કર રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી છે કે મેટ્રો ટ્રેનમાં એક યુવતી પહેલાં પોતાના ખોળામાં એક બ્લેક બેગ લઇને બેઠી છે અને જાણે શરીર ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. એ પછી જ્યારે તેણીનું ડેસ્ટિનેશન આવી જાય છે ત્યારે તે ઉભી થઇને ઉતરે છે અને એ સમયે કોઇએ તેણીના બિકીની ડ્રેસનો વીડિયો ઉતારી લીધો હતો.

એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે જો મહિલા સશક્તિકરણનું આ ઉદાહરણ છે, તો અફસોસ આપણી યુવા પેઢીની યુવતીઓ આવા સશક્તિકરણનો શિકાર થઇ શકે છે અને આ જ તો બેશરમ નારી વાદી ઇચ્છે છે. યૂઝરે લખ્યું કે હું આને કલ્ચરલ નરસંહાર કહીશ. એક યૂઝરે લખ્યું કે સ્વતંત્રતા, આધુનિકતા નામ પર આ બધુ? શું ટીપ્પણી કરવી તે પણ સમજ નથી પડતી.

એક યૂઝરે લખ્યું કે જો હું કઇ પણ કહીશ તો બધા એમ કહેશે કે મારી વિચારસરણી નીચી છે. છતા હું કહીશ કે  આ આઝાદી નથી, બલ્કે એક માનસિક પાગલપન છે, બેશરમ છે. કહેવાતા નારીવાદી મને ગાળો આપી શકે છે, પરંતુ સત્ય આ જ છે.

એક યૂઝરે લખ્યું કે આ યુવતીનો વીડિયો શેર કરનાર સામે મહિલા આયોગે કાર્યવાગી કરવી જોઇએ. દિલ્હી મેટ્રોમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે તો આ વીડિયો કેવી રીતે બન્યો? દિલ્હી મેટ્રો એ પણ આની તપાસ કરવી જોઇએ.

એક યૂઝરે લખ્યું છે કે જે પ્રમાણે આ યુવતી યાત્રા કરી રહી છે તો શું પુરુષો પણ આવા કપડાં પહેરીને નિકળશે તો ચલાવી લેવાશે? કેટલાંક લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે અંડરવેર પહેરીને ટોયલેટ ગયેલા ભાજપના ધારાસભ્ય સામે કેસ થયો હતો  તો શું આ યુવતી પર કાર્યવાહી થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp