એક એવું ગામ જ્યાં ઇન્ટરનેટ, મોબાઇલ, ટીવી વીજળી કશું નથી, પણ જીવન મસ્ત

PC: navbharattimes.indiatimes.com

IT હબ તરીકે જાણીતા આંધ્રપ્રદેશમાં એક જિલ્લો છે જેનું નામ છે શ્રીકાકુલમ. આ જિલ્લાનું એક ગામ છે કુર્મગામ. આ ગામની ખાસિયત એ છે કે તે એક વૈદિક ગામ છે. તમે આ ગામમાં જાઓ તો અહેસાસ થશ કે આપણા પૂર્વજો,સંતો, ગુરુઓ સદીઓ પહેલાં કેવી રીતે રહેતા હતા. અહીં માટીના ઘરો બનેલા છે અને ઘરોમાં સીમેન્ટ, સ્ટીલ, સળિયા કશાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 60 એકર વિસ્તારમાં પથરાયેલા આ ગામમાં માત્ર 56 લોકો રહે છે. આ ગામના ઘરો કોઇ કોન્ટ્રાકટર, મિસ્ત્રી કે મજૂરોએ બનાવ્યા નથી, પરંતુ ગામના લોકોએ જાતે જ બનાવ્યા છે.

કર્મગ્રામમાં વીજળી નથી, ઇન્ટરનેટ નથી, મનોરંજન માટે ટીવી નથી, ઘરમાં કુકીંગ ગેસ નથી, જમવાનું ચુલા પર બનાવવામાં આવે છે. ગામમાં કોઇની પાસે આધુનિક ગેજેટ્સ નથી. અહીંના લોકો મોબાઇલનો ઉપયોગ પણ કરતા નથી. આખા ગામમાં એક લેન્ડ લાઇન ફોન છે, જેને વાત કરવી હોય તે એનો ઉપયોગ કરી શકે છે.

આટલું વાંચતા તમને થશે કે ગામના લોકો ગરીબ હશે અને ગરીબીને કારણે તેઓ કદાચ મોડર્ન નહીં બની શક્યા હોય. તો તમારી ધારણાં ખોટી છે. આ ગામના લોકો સુવિધાનો લાભ ઉઠાવી શકે એટલા સક્ષમ છે, પરંતુ આ બધી વસ્તુઓનો તેમણે ત્યાગ કર્યો છે. અહીં લોકો સાદું જીવન, ઉચ્ચ વિચારના કન્સેપ્ટને ફોલો કરે છે. ગામમાં 14 પરિવારો અને કેટલાંક કૃષ્ણ ભક્તો રહે છે, જેમણે કૃષ્ણ ભક્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.

કર્મા ગ્રામ શ્રીકાકુલમથી લગભગ 6 કિ.મી. દુર છે. ગામના ઘર 9મી શતાબ્દિના ભગવાન શઉરીમુખ લિંગેશ્વર મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યા છે. અહીંના લોકોની સવાર સવારે સાડા ત્રણ વાગે પડી જાય છે અને રાત્રે આખું ગામ 7 વાગ્યે નિંદ્રાધીન થઇ જાય છે.મતલબ કે ગામના લોકો સવારે સાડા ત્રણ વાગે ઉઠી જાય અને રાત્રે 7 વાગ્યે સુઇ જાય. ગામના લોકો પોતાના કપડાં પણ જાતે જ તૈયાર કરે, શાકભાજી અને અનાજ પણ જાતે જ ઉગાડે, કોઇના પર આશ્રિત ન રહે. અહીં આવનારા લોકોને પ્રેમથી જમાડે પણ ખરા, જેને તેઓ પ્રસાદ કહે છે.

ગામમાં રહેતા રાધા કૃષ્ણ ચરણદાસે કૃષ્ણની ભક્તિમાં ITની નોકરી છોડી અને શિક્ષક બન્યા. તેમણે કહ્યું કે 300 વર્ષ પહેલા આપણા વડવાઓ જે પ્રકારનું જીવન જીવતા હતા તે જ રીતે અમે જીવીએ છીએ. નટેશ્વર નરોત્તમ દાસ આ ગામના ગુરુકુળના વડા છે. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં જે ઉદ્દેશ્ય કહયો  છે તે જ હેતુ પર અમે જીવન જીવીએ છીએ.

તમને વિચાર આવશે કે તો પછી ગામના લોકો આવક કેવી રીતે મેળવે છે? ગામના લોકોની આજીવિકા જમીન અને ગાય પર નિર્ભર છે અને એટલું સાદગી સભર જીવન જીવે છે કે મોટી આવકની જરૂર જ નથી પડતી. ગામના લોકો અનાજ, ફળ, શાકભાજી જાતે જ ઉગાડીને ખાય છે અને ભોજન માટે જરૂરી વસ્તુ  બીજા ગામથી ખરીદીને લાવે છે. અહીં ચુલા પર ભોજન બને છે અને તેમાં ગાયનું ગોબર અને લાકડીઓનો ઉપયોગ થાય છે.

ગામના ગુરુકુળમાં બાળકોને વૈદિક પધ્ધતિથી ભણાવવામાં આવે છે. તેમને નૈતિકતા અને આદર્શોના પાઠ ભણાવવામાં આવે છે. ઉચ્ચ વિચારો રાખવાની તાલીમ આપવામાં આવે છે. ગુરુકુળના એક સજ્જન સિદ્ધુ સિદ્ધાંતે જણાવ્યું કે અમે સવારે 3.30 વાગ્યે ઉઠી જઇએ છીએ. મંગળા આરતી સાડા ચાર વાગ્યા સુધી કરવામાં આવે છે અને જપમ કરવામાં આવે છે. મંત્રો સાથે કરવામાં આવતા ધ્યાનને જપમ કહેવાય છે. જપમના એક કલાક પછી ગુરુ પૂજા કરવામાં આવે છે અને તે પછી બધા પુસ્તકો વાંચવા બેસે છે. વર્ગો સવારે 9 વાગ્યે શરૂ થાય છે.

ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, તેલુગુ, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, આર્ટ અને મહાભારત ભણાવવામાં આવે છે. કેટલીક વખત બાળકો પાસે મહાભારત અને ઇતિહાસની વાર્તા પર નાટક પણ ભજવાવવામાં આવે છે. અહીં દરરોડ હરિકથા થાય છે.

ગુરુકુળમાં અપાતા શિક્ષણને સૈધ્ધાંતિક જ્ઞાનના સંચય તરીકે નહીં, પરંતુ આત્મ સાક્ષાત્કારના સાધન તરીકે જુએ છે. એટલે બાળકો પાસેથી ઘણી શારીરીક કામગીરી પણ કરાવવામાં આવે છે. બાળકોને સ્વીમીંગ, ખેતરમાં કબડ્ડી અને સાત પત્થર જેવી રમતો શીખવાડવામાં આવે છે.

ગુરુકુળમાં ભણતા બાળકો પાસે 3 વિકલ્પ હોય  છે. ભક્તિ વૃક્ષ, ભક્તિ શાસ્ત્રી અને ભક્તિ વૈભવ. આ ત્રણેય પાઠ્યક્રમોમાં દરેકમાં 10 વર્ષ લાગે છે. આગળના પાઠ્યક્રમો માટે બાળકોને તેમની રૂચિના આધારે તમિલનાડુમાં વૈદિક યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે. જો કે, આ વાત વિદ્યાર્થી પર નિર્ભર રહે છે કે તે આગળ ભણવાનું પંસદ કરે છે કે નોકરી.

આશ્રમ અને ગુરુકુળમાં બહારથી આવતા લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને કૃષ્ણભાવનામૃત શિખવવામાં આવે છે. બહારના લોકોને આશ્રમમાં રહેવાની પરવાનગી મળે છે, પરંતુ તેમણે આશ્રમના સિધ્ધાંતોનું પાલન કરવું પડે છે. કેટલાંક વિદેશીઓએ અહીં સ્થાનિક વસવાટ કરી લીધો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp