10 લાખ રોજગાર, મહિલાઓને વર્ષે રૂ.10000, છાણ..., રાજસ્થાન કોંગ્રેસનો ઢંઢેરો જાહેર

PC: ndtv.in

કોંગ્રેસે મંગળવારે રાજસ્થાન માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના CM અશોક ગેહલોત હાજર રહ્યા હતા. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં 10 લાખ રોજગાર અને 4 લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે. આ સિવાય કોંગ્રેસે ખેડૂતોને કોર્પોરેટ બેંકો પાસેથી 2 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં MSP પર કાયદો લાવવાની પણ વાત કરી છે.

આ સિવાય કોંગ્રેસે રાજસ્થાનમાં મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢની જેમ જાતિ ગણતરીનું વચન આપ્યું છે. આ ઉપરાંત ગામમાં ધંધો શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાની લોન કોઈપણ ગેરેંટી વિના આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઃ જો કોંગ્રેસની સરકાર બનશે તો ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે. ચિરંજીવી હેલ્થ ઈન્સ્યોરન્સની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવશે. ઘરની મહિલા વડાને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ અને ટેબલેટ ઉપલબ્ધ રહેશે. 1.04 કરોડ પરિવારોને 500 રૂપિયામાં સિલિન્ડર મળશે. દરેક બાળકને અંગ્રેજી માધ્યમના શિક્ષણની ગેરંટી. જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવશે. MSP પર કાયદો બનાવવામાં આવશે. અમે કૃષિ બજેટ હેઠળ અમારી સરકાર દ્વારા શરૂ કરાયેલા 12 મિશનને વિસ્તૃત અને 'ડબલ' કરીશું. પંચાયત કક્ષાએ ભરતી માટે નવી યોજના લાવશે જેમાં આ કર્મચારીઓ ધીમે ધીમે સરકારી ખાલી જગ્યાઓ સાથે ભળી જશે અને પાયાના સ્તરે યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે. મહિલા સુરક્ષા માટે દરેક ગામ અને દરેક વોર્ડમાં મહિલા સુરક્ષા ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે. અમે ઝડપી ન્યાય માટે જાતીય સતામણીના કેસોમાં તપાસનો સરેરાશ સમય ઘટાડવાની દિશામાં જરૂરી પગલાં લઈશું. મહિલાઓને રોડવેઝની બસોમાં એક મહિના માટે મફત મુસાફરી માટે કૂપન મળશે. શહેરી વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે બે સંલગ્ન શહેરો માટે વિશેષ વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. જ્યાં પણ આવા ગામોમાં 100થી વધુ વ્યક્તિઓની વસ્તી હશે ત્યાં તેમને રસ્તા દ્વારા જોડવામાં આવશે. સુશાસન માટે 'જવાબદારી અને ઓટો સર્વિસ ડિલિવરી એક્ટ' (Accountability and Auto Service Delivery Act) લાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp