MPમાં કિન્નર સમાજની કાજલે નોમિનેશન ભર્યું, આ પાર્ટીએ ઉમેદવાર બનાવી

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ છે. તેની વચ્ચે શહડોલ જિલ્લાના જૈતપુર વિધાનસભાથી કિન્નર કાજલે નોમિનેશન દાખલ કર્યું છે. જણાવીએ કે, શહડોલથી જ દેશમાં પહેલીવાર કિન્નર ધારાસભ્ય ચૂંટાયા હતા. આજથી 22 વર્ષ પહેલા કિન્નર શબનમે વર્ષ 2000માં પેટા ચૂંટણીમાં આ જિલ્લાના સોહાગપુર સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે 22 વર્ષ પછી એજ સમુદાયની કાજલે પણ પોતાનું નોમિનેશન દાખલ કરી દીધું છે. 

મધ્ય પ્રદેશમાં નોમિનેશનના છેલ્લા દિવસે શહડોલ જિલ્લાનું જૈતપુર વિધાનસભા ચર્ચામાં છે. તેનું કારણ છે કિન્નર કાજલ. જૈતપુરથી સોમવારે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર કિન્નર સમાજની કાજલે વાસ્તવિક ભારત પાર્ટીથી નોમિનેશન દાખલ કર્યું છે.

આ અવસરે 38 વર્ષીય કાજલે કહ્યું કે, જૈતપુર વિધાનસભામાં હજુ પણ લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ક્ષેત્રમાં વીજળીના થાંભલા તો લાગ્યા છે પણ આ તારોમાં લાઈટ નથી. અહીં નળ તો છે, પણ તેમાં પાણી નથી. આવી જ સ્થિતિ સ્કૂલોની છે. અહીં સ્કૂલો તો છે પણ શિક્ષકો નથી. કાજલે ભાજપા અને કોંગ્રેસ બંને પાર્ટીઓને આડે હાથે લેતા કહ્યું કે, આ પાર્ટીના નેતાઓ વાયદાઓ તો કરે છે, પણ તેને ક્યારેય પૂરા કર્યા નથી. તેની સાથે જ કાજલે કહ્યું કે, જો વિસ્તારની જનતા તેને તક આપે છે તો આ ક્ષેત્રનો વિકાસ કરીને દેખાડીશ.

આ જિલ્લો પહેલા પણ ઈતિહાસ રચી ચૂક્યો છે

શહડોલ જિલ્લામાંથી જ દેશમાં પહેલી વાર કિન્નર ધારાસભ્ય ચૂંટાયા હતા. આજથી 22 વર્ષ પહેલા કિન્નર શબનમ મૌસી 2000માં થયેલી પેટા ચૂંટણીમાં શહડોલ જિલ્લાના સોહાગપુર વિધાનસભાથી દેશની પહેલી કિન્નર ધારાસભ્ય બન્યા હતા.

સોહાગપુર વિધાનસભાની જનતાએ પહેલીવાર કિન્નરને ધારાસભ્ય બનાવીને મધ્ય પ્રદેશની વિધાનસભામાં મોકલ્યા હતા. તેની સાથ જ શબનમ મૌસી દેશના પહેલા કિન્નર ધારાસભ્ય બનીને દેશમાં ચર્ચિત થયા હતા. શબનમ મૌસીએ રેકોર્ડ તોડ જીત નોંધાવી હતી. તેમણે ભાજપા અને કોંગ્રેસના બંને ઉમેદવારોથી કુલ વોટથી પણ વધારે વોટ મળ્યા હતા.

તમને જણાવીએ કે, 230 સભ્યવાળી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ થવા જઇ રહી છે. 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ આવશે. આ દિવસે મત ગણતરી થશે. તેની સાથે જ ક્લિઅર થઇ જશે કે કોણ જીતશે અને કોણ વિપક્ષમાં બેસશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.