કેદારનાથ મંદિરની અંદર 230 કિલો સોનું, નવા સોનાનું છત્ર અને કળશ જુઓ

PC: twitter.com

તમને યાદ હશે કે ગયા વર્ષે ભગવાન કેદારનાથના મંદિરના ગર્ભગૃહની દિવાલો અને છત માટે  230 કિલો સોનાની 560 ગોલ્ડશીટ્સનું દાન મળ્યું હતું હવે આ જ દાનવીરે સોનીની છત અને કળશ દાનમાં આપ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે કેદારનાથના મંદિરમાં 230 કિલો સોનાનું દાન કરનાર અને હવે સોનાની છત અને કળશ દાન કરનાર દાનવીર એક જાણીતા ડાયમંડના વેપારી છે અને તેમનો મુંબઇમાં મોટો બિઝનેસ છે. બદરીનાથને સોનાનું દાન આપનાર લાખી પરીવાર છે. આ પરીવારે વર્ષ 2004માં પણ કેદારનાથમાં સોનાનું સિંહાસન દાન કર્યું હતું. એટલું જ નહી, પરંતુ ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ કરોડો રૂપિયાનું સોનાનું દાન કર્યું છે.

જ્યારે 230 કિલો સોનાનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે કેદારનાથ મંદિર સમિતિએ જણાવ્યું હતું કે મંદિરના ગર્ભગૃહની દિવાલો અને છતને ઢાંકવા માટે 560 ગોલ્ડશીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મુંબઇના લાખી પરિવાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ વખતે પણ દેશના વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શને આવે તેવી શક્યતા છે. કેદારનાથ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ પર જ સોનાનું છત્ર અને કળશ મૂકવામાં આવશે. અત્યાર સુધી અહીં ચાંદીની છત્ર હતી. આ પ્રસંગે બદ્રી કેદાર મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય અને મંદિર સમિતિના કાર્યકારી અધિકારી આર સી તિવારી ઉપસ્થિત રહ્યા હતા.

ભારે હિમવર્ષા અને કડકડતી ઠંડી છતાં કેદારનાથ ધામના કપાટ ખોલવાના પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેદારનાથ ધામમાં હજારો ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. મંગળવારે ધામમાં કપાટ ખોલવાના દિવસે આખો દિવસ વચ્ચે-વચ્ચે હિમવર્ષા થઈ રહી હતી અને હવામાન દરેક ક્ષણે રંગ બદલતું રહ્યું હતું. જેના કારણે બપોરના સમયે પણ મહત્તમ તાપમાન માઈનસ ચાર ડિગ્રી રહ્યું હતું. કડકડતી ઠંડીમાં ભોલે બાબાના દર્શન કરી ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગયા વર્ષે જ્યારે લાખી પરિવાર દ્રારારા  કેદારનાથના મંદિરમાં 230 કિલો સોનની 560 ગોલ્ડ શીટ્સ દાન કરવામાં આવી ત્યારે ગર્ભગૃહમાં એ પરત ચઢાવતા 3 દિવસ સુધી 19 કારીગરોની મહેનત લાગી હતી.  મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે તે વખતે કહ્યું હતું કે, છત, છત્ર, શિવલિંગની ફ્રેમ બધું જ સોનેરી થઈ ગયું છે, જેના કારણે મંદિર વધુ અલૌકિક, ભવ્ય અને દિવ્ય લાગે છે.

અગાઉ કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો ચાંદીની પ્લેટોથી ઢંકાયેલી હતી. ચાંદીને સોનાથી બદલવાનો પ્રસ્તાવ ગયા વર્ષે ઓગસ્ટમાં મુંબઈના શિવભક્ત લાખી પરિવાર તરફથી સમિતિને મળ્યો હતો. સમિતિએ ઉત્તરાખંડ સરકારની પરવાનગી લીધા બાદ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp