
સુરતમાં મંગળવારે પાર્લે પોઇન્ટ વિસ્તારમાંથી જૈન સમાજની સવારે જે રેલી નિકળી હતી તેમાં એટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ હતું કે જે જોઇને કદાચ સરકાર પણ હાલી જાય. પાર્લે પોઇન્ટથી કલેક્ટર કચેરી સુધીની આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. મહાતીર્થને બચાવવાની આ રેલીમાં જૈન સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ, દિલ્હી, મુંબઇ પછી સુરતમાં નિકળેલી મહારેલી 3 કિ.મી. લાંબી હતી. તમે જૈન સેલાબ જુઓ તો તમને ખબર પડે કે સમાજ કેટલો ધુંઆપુંઆ છે.
જૈન સમાજ છેલ્લાં 15 દિવસથી લડત આપી રહ્યો છે. પાલિતાણાના શંત્રુજય પર્વત અને ઝારખંડના સમ્મ્ત શિખરને તીર્થ સ્થાન જાહેર કરવાની જૈન સમાજની માંગ છે. પાલિતાણા શત્રુંજય પર્વત પર અસમાજિક તત્વોના ઉપદ્રવ સામે પણ સમાજમાં આક્રોશ છે.
રવિવારે અમદાવાદ, મુંબઇ, દિલ્હીમાં મહાતીર્થને બચાવવાની મહારેલી પછી મંગળવારે સુરતમાં પણ પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસેથી એક મહારેલી નિકળી હતી. જેમાં પુરુષો શ્વેતવસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં એક સરખા જોવા મળ્યા હતા. જૈનોની રેલીનો મહાસાગર એટલો અફાટ હતો કે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
જૈન સમાજના લોકોનું કહેવું છે કે, ઝારખંડમાં જૈનોના પવિત્ર તીર્થ સ્થાન સમ્મેત શિખરજીને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ છે. જૈનોના તીર્થ સ્થળને પર્યટન સ્થળ તરીકે સમાજ સાંખી લેશે નહીં એવો બુલંદ આક્રોશ સુરતની રેલીમાં જોવા મળ્યો હતો.
લગભગ છેલ્લાં 15 દિવસથી મહાતીર્થની સુરક્ષા માટે જૈન સમાજે અવાજ બુલંદ કર્યો છે અને ઠેર ઠેર રેલીઓ કાઢીને તેમની વાચાને પહોંચાડી રહ્યા છે. સુરતમાં મંગળવારે સવારે શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરૂભગવંતોની નિશ્રામાં આયોજીત જૈન સમાજ મૌન રેલી સંદર્ભે પાંચ આચાર્ય ભગવંતો - મુનિ ભગવંતો - સાધ્વીજી ભગવંતો, શ્રાવક - શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમસ્ત સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં હાજર રહ્યા હતા. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી અને સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp