મુસ્લિમ પરિવારે મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરી, કહ્યું- હિંદુ-મુસલમાન વચ્ચે...
અનેક વખત જીવલેણ હુમલા થયા, અનેક વખત મૌલવીઓએ ફતવા બહાર પાડ્યા છતા, ઉત્તર પ્રદેશની એક મુસ્લિમ મહિલા દર નવરાત્રિમાં તેના ઘરે મા-દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે, આ વખતે પણ કરી છે.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં, એક મુસ્લિમ પરિવારે હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરી છે. સાથે ઉપવાસ પણ રાખ્યા છે. પરિવારે કહ્યું કે,હિન્દુ-મુસ્લિમ ભાઈચારો વધે તેના માટે મા-દુર્ગાની પૂજા શરૂ કરી.
આજથી એટલે કે 15 ઓક્ટોબર, રવિવારથી શારદાનવરાત્રીનો પ્રારંભ થયો છે. ભક્તોએ કળશ સ્થાપિત કરીને દેવી દુર્ગાની પૂજા શરૂ કરી દીધી છે. આ કડીમાં અલીગઢના એક મુસ્લિમ પરિવારે પણ એક અનોખી પહેલ કરીને પોતાના ઘરે માતાની મૂર્તિ સ્થાપિત કરી છે.મુસ્લિમ પરિવારે નવરાત્રિના ઉપવાસ પણ રાખ્યા છે.
મુસ્લિમ પરિવારે નવરાત્રિના તહેવારમાં મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરી છે અને સાથે સનાતન ધર્મ મુજબ પૂજાપાઠ પણ કર્યા છે. પરિવારનું કહેવું છે કે અલ્લાની સાથે સાથે તેમને દેવી-દેવતાઓમાં પણ ઉંડી શ્રદ્ધા છે. તેમનું માનવું છે કે મા- દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરવાને કારણે હિંદૃમુસલમાન વચ્ચે ભાઇચારો વધશે.
અલીગઢના જૂના શહેરની રહેવાસી રૂબીએ રવિવારે નવરાત્રિના પ્રારંભે સનાતન ધર્મના રિવાજ મુજબ પોતાના ઘરમાં મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી હતી. પરિવારજનોએ ઉપવાસ રાખી માતાની પૂજા કરી હતી. પરિવારનું કહેવું છે કે તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મનું પાલન કરે છે. દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે, અમે ભગવાન અને અલ્લાહ બંનેની પૂજા કરીએ છીએ. જો કોઈ તેમને દુર્ગાની પૂજા કરતા અટકાવે અથવા ફતવો બહાર પાડે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ અલ્લાહ અને ભગવાનમાં માનતા રહેશે.
મુસ્લિમ પરિવાર સાથે સંબંધ રાખનાર રૂબીના પતિ આસિફ પણ તેણીને સહયોગ કરે છે. રૂબી ભારતીય જનતા પાર્ટીના જયગંજ મહિલા મોર્ચાની મંડલ ઉપાધ્યક્ષ પણ છે. છેલ્લાં અનેક વર્ષોથી રૂબી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની પ્રતિમા પણ સ્થાપિત કરે છે. નવરાત્રિમાં પણ દરેક વખતે મા- દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે, જે પરંપરા રૂબીએ આ વર્ષે પણ યથાવત રાખી છે.
રૂબી પર આ પહેલા અનેક વખત જીવલેણ હુમલા થઇ ચૂક્યા છે. અનેક મૌલવીઓ તેની સામે ફતવો પણ જારી કરી ચૂક્યા છે. રૂબીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. રૂબી કહે છે કે તે ભગવાન અને અલ્લાહ બંનેમાં માને છે. બંનેની પૂજા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp