એક એવું મંદિર જેમાં 1 નહીં 10 ગર્ભગૃહ, PM મોદી કરશે શિલાન્યાસ

PC: twitter.com

જે ધરતી પર ભગવવાન વિષ્ણુના અંતિમ અવતાર અવતર્યા હોવાનું માનવામાં આવે છે, એ પવિત્ર જગ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન કલ્કિને નમન કરવા જઇ રહ્યા છે, ભગવાન કલ્કિના મંદિરનો શિલાન્યાસ કરવા જઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલમાં ભગવાન વિષ્ણના 10મા અવતાર ભગવાન કલ્કિનું મંદિર બનવા જઇ રહ્યું છે અને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરશે. આ મંદિરની વિશેષતા એ હશે કે 1 નહીં પરતું 10 ગર્ભગૃહ આ મંદિરમાં હશે.

સંભલના Anchora Kamboh બની રહેલા કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરને સફેદ અને ભગવા રંગોથી શણગારવામાં આવી રહ્યું છે. કલ્કિ મંદિરનું મોડલ પણ સામે આવ્યું છે. મંદિરની વિશેષતા જાણવા જેવી છે.

કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવે છે કારણ કે કલ્કિ ધામ એ પહેલું ધામ છે જ્યાં ભગવાનના મંદિરની સ્થાપના તેમના અવતાર પહેલા થઈ રહી છે.આ મંદિરમાં માત્ર એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે. ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ ધામ એ જ ગુલાબી રંગના પથ્થરથી બનાવવામાં આવી રહ્યું છે જેમાંથી સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે. મંદિરનું પ્લેટફોર્મ 11 ફૂટ ઉપર બનાવવામાં આવશે. જેમાં 68 તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ મંદિર લગભગ 5 એકરમાં બનાવવામાં આવશે અને નિર્માણમાં લગભગ 5 વર્ષ લાગી શકે છે. નોંધનીય છે કે કલ્કિપીઠ તેના જૂના સ્થાન પર જ રહેશે. જ્યારે કલ્કિ ધામ બનશે ત્યારે ભાગવાનની નવી પ્રતિમા હશે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના માટે એક અદભૂત પ્રતિમા લાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાનના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે મુખ્ય સ્ટેજની પાછળ એક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સંકુલને SPG દ્વારા સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું છે.

ટેન્ટ સિટી કલ્કીપુરમમાં દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 11 હજાર સાધુ સંતો આવી રહ્યા છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એકંદરે, કલ્કિ ધામ સનાતનના નવા ઉદયને જોવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp