ઉંચા અવાજે DJ વગાડશો તો કાર્યવાહી થશે, વલસાડમાં ગણેશ મંડળના આયોજકની અટકાયત
મંગળવારે દુંદાળા દેવ અને રિદ્ધી સિદ્ધીના સ્વામી ગણપતિના ગણેશોત્સવની રંગેચંગે રાજ્યભરમાં સ્થાપના થઇ ગઇ, પરંતુ એ પહેલાં વલસાડમાં એક ગણેશ મંડળના આયોજકન અટકાયત અને DJનો સામન પોલીસે જપ્ત કર્યો હતો. કારણ એવું બતુ કે તિથલ રોડ પર ગણેશ મંડળના આયોજકો જોરશોરથી મોડી રાત્રે DJ સાથે ગણેશની આગામન માટે રસ્તા પર યાત્રા લઇને નિકળ્યા હતા. સ્થાનિકોએ ફરિયાદ કરી અને પોલીસે એક્શન લીધુ હતું. રાજ્યમાં 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડી શકાય નહીં તેવલું જાહેરનામું છે, પરંતુ પોલીસ સામાન્ય રીતે ધાર્મિક તહેવાર હોવાને કારણે નજર અંદાજ કરતી રહી છે. જ્યારે ફરિયાદ આવે ત્યારે પોલીસે કાર્યવાહી કરવી પડે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી હવે ભગવાન ગણેશના આગમનને પણ ધામધૂમથી મનાવવાની પરંપરા શરૂ થઇ છે. વિસર્જનના દિવસે જેટલી ગર્દી થાય એટલી હવે ગણેશના આગમનમાં થવા માંડી છે. ગણેશ મંડળો મોટા અવાજે DJ અને નાચતા-ગાતા ગણપત્તિ બાપ્પાના આગમનની યાત્રા કાઢે છે.
વલસાડમાં એવું બન્યુ હતુ કે તિથલ રોડ પર કલેક્ટર બંગલા પાસે આવેલા જૂની RTO કચેરીના ગણેશ મંડળના આયોજકો દ્રારા સોમવારે રાત્રે 11 વાગ્યે વાજગ ગાજતે શ્રીજીની પ્રતિમાનું આગમન કરાવી રહ્યા હતા. સ્થાનિક લોકોએ આ બાબતે ફરિયાદ કરતા પોલીસની ટીમે અંબે ગણેશ મિત્ર મંડળના સંચાલકની અટકાયત કરી હતી અને DJનો સામાન પણ જપ્ત કરી લીધો હતો.ગણેશ મંડળના આયોજકની અટકાયત અને DJનો સામાન જપ્ત કરવાને કારણે રંગમાં ભંગ પડ્યો હતો અને ભારે હોબાળો મચી ગયો હતો.
સરકારનું જાહેરનામું છે કે રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડી શકાય નહીં.પરંતુ ગણપતિ ઉત્સવમાં તો ઠેર ઠેર એવું જોવા મળે છે કે મોડી રાત સુધી ગણેશ મંડળના લોકો મંડપમાં લાઉડ સ્પીકર મોટે મોટેથી વગાડે છે.દરેક મંડપમાં કોઇકને કોઇક કાર્યક્રમો મોડી રાત સુધી ચાલતા હોય છે. ગણેશોત્સવમાં લોકોના ધાર્મિક લાગણી જોડાયેલી હોવાને કારણે સામાન્ય સંજોગોમાં તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી, પરંતુ જો કોઇ ફરિયાદ કરે તો પોલીસે ફરજિયાત કાર્યવાહી કરવી પડે છે, એટલે બધા ગણેશ મંડળો ધ્યાન રાખે કે રાત્રે 10 વાગ્યા પછી જો મોટે મોટે સ્પીકર કે DJ વગાડવમાં આવશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp