વૈભવી જીવન છોડીને 4 ધોરણ ભણેલી પ્રિશા દિક્ષા લેશે,મૂહુર્ત લેવા માટે ઓડીમાં આવી
સુરતમાં જૈન સમાજની વધુ એક કિશોરી વૈભવી જીવવનો ત્યાગ કરીને દીક્ષા લેવા જઇ રહી છે.
સુરતના અડાજણ, પાલ વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનની 12 વર્ષની દીકરીએ સંયમના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો છે. વૈભવી જીવન અને પરિવારની મોહ માયા છોડીને આ દીકરી દિક્ષા લેવાની છે. બુધવારે જ્યારે આ 12 વર્ષની દીકરી દિક્ષાના મૂહુર્ત માટે ઉમરા સંઘ પહોંચવા માટે ઓડી કારમાં નિકળી હતી ત્યારે ચર્ચાનો વિષય બની હતી. જૈન પરિવારની આ દીકરીએ 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હર્ષિતભાઇ શાહ પોતે બિઝનેસમેન છે અને તેમની દીકરી પ્રિશાએ દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. 12 વર્ષની પ્રિશાએ વૈભવી જીવવનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે. બુધવારે પ્રિશા અને તેના પરિવારના લોકો ઉમરા સંઘ દીક્ષાનું મૂહુર્ત લેવા માટે ઓડી કારમાં નિકળ્યા હતા.
ઉમરા જૈન સંઘમાં જૈનાચાર્ય રશ્મિરત્ન સુરીજીએ 17 જાન્યુઆરી 2024નું મૂહુર્ત આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રિશા શાહે કહ્યું હતું કે મને માનવજીવન એટલા માટે મળ્યું છે કે મુનિ બનીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય. પ્રિશાએ જૈનાચાર્યને કહ્યું હતું કે, મારે માનવ જીવવને સાર્થક કરવું છે તે માટે મંગલ મૂહુર્ત પ્રદાન કરવા વિનંતી છે. જેના જવાબમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું હતું કે, આ બધા મુમુક્ષો સંયમ પાળતા હોય છે. જ્યારે નાના માટો ત્યાગ કરીને વિરતીના સાધનામાં આગળ વધીશું ત્યારે જ તેમની સક્રીય અનુમોદના થશે.
જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે. જૈન સમાજમાં એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. હજુ થોડા સમય પહેલા સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
તમને યાદ હશે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક ફાર્મમાં 9 વર્ષની દેવાંશી સંઘવીનો જબરદસ્ત મોટો દીક્ષા સમારોહ થયો હતો, જે 5 દિવસ સુધી ચાલ્યો હતો.
ધનેશભાઇ તથા અમી સંઘવીની દીકરી દેવાંશીનો જ્યારે અઠવા ગેટથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારે 4 હાથી, 20 ઘોડા અને 11 ઉંટોની જાજારમાન સવારી નિકળી હતી. લાખો લોકો આ યોત્રા જોવા માટે એકઠા થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp