BROએ અમરનાથ ગુફા સુધી બનાવ્યો રસ્તો, આ કારણે PDPએ કર્યો વિરોધ

PC: telegraphindia.com

અમરનાથ યાત્રા કરનારા તીર્થયાત્રીઓને મોટી ભેટ મળવા જઇ રહી છે. ટૂંક સમયમાં પવિત્ર ગુફા સુધી વાહન પહોંચી શકશે. તેના માટે ગુફા સુધી જતા પર્વતીય રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO)એ સોમવારે અમરનાથ યાત્રા સુધી ગાડીઓનો કાફલો પહોંચાડી દીધો. આ પહેલો એવો અવસર છે જ્યાં અમરનાથ ગુફા સુધી ગાડીઓ પહોંચી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પવિત્ર ગુફા સુધી રસ્તાને પહોળો કરવાનું કામ પૂરુ કરી લેવામાં આવ્યું છે.

આની સાથે જ ગુફા સુધી બનાવવામાં આવેલા આ રસ્તા અને BRO વિવાદમાં આવી ગયા છે. મહબૂબા મુફ્તીની પાર્ટી PDPએ આ રસ્તાને પહોળા કરવાની કામગીરીનો વિરોધ કર્યો છે. સાથે જ આને પ્રકૃત્તિની વિરોધનું ગણાવ્યું છે. PDP પ્રવક્તાએ કહ્યું કે, આ હિંદુ ધર્મ અને પ્રકૃત્તિમાં આસ્થા પ્રત્યે સૌથી મોટો ગુનો છે. હિંદુ ધર્મ સંપૂર્ણ રીતે આધ્યાત્મિક અને પ્રકૃત્તિની સાથે એકસાથે ચાલવામાં છે.

પીડીપી પ્રવક્તા મોહિત ભાને લખ્યું કે, હિંદુ ધર્મ સામે આ મોટો ગુનો છે. આ ધર્મમાં અમે પોતાને પ્રકૃત્તિમાં સમાહિત કરી દઇએ છીએ. એજ કારણ છે કે આપણું આ પવિત્ર સ્થળ હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટમાં ફેરવવું નીંદનીય છે. આપણે ભગવાનનો પ્રકોપ જોશીમઠ, કેદારનાથમાં જોયો છે અને પછી પણ આનાથી કશું શીખ્યા નહીં અને કાશ્મીરમાં વિનાશને નોતરું આપી રહ્યા છે.

ભાજપા- મનોચિકિત્સક પાસેથી સારવાર લે વિરોધી

બીજી તરફ ભાજપા નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ સોમવારે બાલટાલ માર્ગ તરફથી શ્રીઅમરનાથજી ગુફા સુધી વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે BROની આ કામગીરીની ટીકા કરનારા પીડીપી અને અન્ય પાર્ટીઓની ટીકા કરી છે. મીડિયાકર્મીઓ માટે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં ભાજપાના આ નેતાએ કહ્યું કે, માત્ર માનસિક રીતે પીડિત વ્યક્તિ જ બાબા બર્ફાનીની પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કરવા આવનારા લાખો લોકોની મદદ પ્રદાન કરવાની મોદી સરકારની આ પરોપકારી નીતિની ટીકા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp