કોમી એકતાનું ઉદાહરણ, 51 મુસ્લિમ દીકરીઓએ 201 હિંદુ છોકરીઓને મહેંદી મુકી

1 જુલાઈ 2023 એટલે કે આવતાકાલ, શનિવાર થી ગૌરીવ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. પતિને પામવાના આ વ્રતની ઉજવણી પહેલા કોમી એકતાનું એક ઉદાહરણ સામે આવ્યું છે.
અત્યારે ચારેકોર, મારો કાપો અને નફરતની વાત ફેલાઇ રહી છે એવા સમયે હિંદુ-મુસ્લિમ એકતાનું મનને ટાઢક આપે તેવું ઉદાહરણ સામે આવ્યું છે. હિંદુઓના તહેવાર ગૌરી વ્રતમાં 51 મુસ્લિમ દીકરીઓએ 210 હિંદુ દીકરીઓને મહેંદી મુકી છે. આ બાળાઓને હિંદુ- મુસ્લિમ નફરત સાથે કોઇ લેવા દેવા નથી.
વડોદરાની સામાજીક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કમાટીબાગ ખાતે હિન્દુ દીકરીઓને મહેંદી મુકવાનો કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો, જેમાં 51 મુસ્લિમ દીકરીઓ દ્વારા 201 હિન્દુ દીકરીઓને મહેંદી મૂકી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, સાથે સાથે ગૌરી વ્રત કરનાર દીકરીઓને ડ્રાયફુટની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુંહતું. નિશિતા રાજપૂત 14 વર્ષથી ગર્લ્સ એજ્યુકેશન સાથેકામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 37 હજાર દીકરીઓને સ્કુલ ફી ભરવામાંમદદ કરી છે.
મહેંદી આર્ટિસ્ટ મેમણ તરન્નુમે કહ્યુ કે, અમે આર એન્ડ કે પંડ્યા સ્કૂલમાંથી આવ્યા છીએ. દર વર્ષે નિશિતા દીદી અમને ગૌરી વ્રતમાં બોલાવે છે અને અમે ખુશી ખુશી હિંદુ છોકરીઓને મહેંદી મુકીએ છીએ. અમારી વચ્ચેકોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. અમેબધા એક બીજાને મિત્ર માનીએ છીએ, અનેમહેંદી લગાવીએ છીએ. અમને પણ ખૂબ મજા આવે છે, સાથે બેસીને નાસ્તો પણ કરીએ છીએ.
આ માત્ર તરન્નુમનો જ જવાબ નથી, પરંતુ દરેક મુસ્લિમ અને હિંદુ યુવતીઓનો જવાબ છે, જેમને તહેવારોમાં ભેદભાવ કરવાનું ગમતું નથી. આ નિદોર્ષ બાળકો તેમની મોજમાં મજા કરે છે અને તેમને વેરઝેરમાં કોઇ રસ નથી. આવા અનેક દાખલાઓ સામે આવતા રહેવા જોઇએ તો નફરત ફેલાવનારા લોકોના મગજ સુધરે તો આ જિંદગી મસ્ત જીવવા જેવી લાગે.
વડોદરમાં ગૌરી વ્રત કરનારી હિંદુ દીકરી ધ્રુવીએ કહ્યું કે, હું પહેલીવાર અહીં મહેંદી મુકાવવા આવી છુ, પરંતુ મુસ્લિમ છોકરીઓ એટલી સરસ મહેંદી મુકી છે કે મજા પડી ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp