26th January selfie contest

આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી, CM સહિત અનેક નેતા આવ્યા

PC: facebook.com/profile.php?id=100020753912321

રાજકોટના કાગવડમાં આવેલા અને પાટીદાર સમાજ માટે મહત્ત્વના ગણાતા ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાને 6 વર્ષ પુરા થયા છે અને શનિવારે સાતમાં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે નવા ટ્રસ્ટ્રીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામના નવા ટ્રસ્ટી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત નિરમા કંપનીના ચેરમેન કરસનભાઇ પટેલને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાના મંદિરમાં રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર છે. આ પ્રસંગે ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે ખોડલધામ એ માત્ર મંદિર નહીં પણ એક વિચાર છે. અને વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતુ કે આ સિવાય  ખોડલધામ મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. આ સૌરાષ્ટ્રના સંત અને સુરાની ભુમી છે.

આ પ્રસંગે તેમણે આનંદીબહેન  પટેલને પણ યાદ કરતા કહ્યુ હતુ કે આનંદી બેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શક્તિવનની ભેટ આપી હતી. તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ એટલો જ સહયોગ મળી રહ્યો છે.

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 7માં વર્ષના પ્રવેશ પ્રસંગે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જાણે દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ ઉભો થયો છે.  મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે 4000થી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.

 ખોડલધામમાં જે નવા ટ્રસ્ટીઓના નામ જાહેર થયા તે આ મુજબ છે.

અનારબેન પટેલ, કરસનભાઇ પટેલ ( નિરમા ગ્રુપ) બીપીનભાઈ પટેલ,મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા,જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા),ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫),દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ),વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ),ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ),વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ),સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ),મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ),રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝ),વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ),કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ),ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા),અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો),પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા,નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ,ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા,દિનેશભાઈ બટુકભાઈ સિયાણી,મનસુખભાઈ નારણભાઈ રાદડિયા,હિમતભાઈ બાબુભાઈ શેલડિયા,ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા,ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ,રમેશભાઈ મેસિયા,ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા,દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા,નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા,સુસ્મિતભાઈ રોકડ,ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા,નૈમિષભાઈ રમેશભાઈ ધડુક,રસિકભાઈ મારકણા,કિશોરભાઈ સાવલિયા,નાથાભાઈ મુંગરા,જીતુભાઈ તંતી,નેહલભાઈ પટેલ,પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ,કલ્પેશભાઈ તંતી,રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા,દેવચંદભાઈ કપુપરા,મનસુખભાઈ ઉંધાડ,રસિકભાઈ ઝાલાવાડિયા,પંકજભાઈ નાથાભાઈ ભુવાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp