મા મોગલની માનતાથી પતિ દારૂ સામું જોતો પણ બંધ થઈ ગયો

PC: trishulnews.com

અઢારે વરણની માતા માં મોગલને માનવામાં આવે છે. માં મોગલનો મહિમા આ ઘોર કળયુગમાં અપરંપાર છે. તમામ ભક્તો માં મોગલના દ્વારે આવી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે માં મોગલ. ભક્તોના જીવનમાં જયારે પણ દુ:ખ આવે ત્યારે અચૂક તેઓ માં મોગલને યાદ કરે છે અને માનતા માને છે અને આ માનતા પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે. સૌ કોઈ ભક્ત સંતોની આ પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે.

કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં માતા મોગલ સાક્ષાત બીરાજમાન છે. જ્યારે કબરાઉ ધામ બિરાજે છે મણિધર બાપુ. તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા માતા મોગલ પૂર્ણ કરે છે. ત્યારે ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ થતાં અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ એકપણ રુપિયાનું દાન આ ધામમાં લેવામાં આવતું નથી. મણીધર બાપુ અહીં માતા મોગલની સેવા કરે છે.

ત્યારે અમે તમને આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું. જેમાં પોતાની માનતા પૂરી થતા અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ 51 હજાર રૂપિયા લઈ માં મોગલના દરબારમાં પહોંચ્યા હતા. ત્યારે આ ભક્ત મણિધર બાપુ પાસે જતાં બાપુએ પૂછ્યું હતું કે, બેટા શેની માનતા હતી. ત્યારે યુવકે કહ્યું હતું કે, પહેલા હું ખૂબ જ દારૂ પીતો હતો અને તેનાથી પરિવારજનો ખૂબ જ હેરાન હતા. જો મારો દારૂ બંધ થઈ જાય તો મા મોગલના સાનિધ્યમાં 51 હજાર રૂપિયા ચડાવશે તેવી મારી પત્નીએ માનતા રાખી હતી.

જે પછી આ રૂપિયા તેને પરત આપતા મણિધર બાપુએ જણાવ્યું હતું કે, જો તારા ઘરમાં કોઈ દીકરી હોય તો આ પૈસા એને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ માં મોગલ પર તમારા પરિવારની વિશ્વાસ આસ્થા અને શ્રદ્ધા છે. વધુમાં મણિધર બાપુએ કહ્યું કે, ખૂબ સારું કાર્ય કર્યું વ્યસનથી દૂર રહો અને પરિવાર સાથે સારી જિંદગી જીવો.

તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં રાજકોટના અમિત ભાઈ પંડ્યાને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp