રામલલા માટે સોનાનું સિંહાસન, દેશના આ મંદિરો પાસે છે અખૂટ ધનનો ભંડાર

PC: indiatoday.com

અમદાવાદના રહેનારા મુકેશ પટેલનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેમણે અંબાજી શક્તિપીઠમાં 25 કિલો સોનાના ચઢાવો આપ્યો હતો. એક ભક્તે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા માટે એક કિલો સોનાનું સિંહાસન આપવાની વાત કહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. આંધ્ર પ્રદેશના રહેનારા સી.શ્રીનિવાસન રામલલાને સોનાના સિંહાસન ઉપરાંત 8 કિલો ચાંદીની ચરણ પાદુકા પણ દાન કરશે.

જણાવીએ કે, દેશમાં એવા ઘણાં મંદિરો છે જ્યાં ભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવે છે. ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા સોનાને મંદિરના ટ્રસ્ટમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. આ દાનને લીધે દેશમાં એવા મંદિરો છે જેમની પાસે અખૂટ ધનનો ભંડાર છે. જાણો દેશના એવા પ્રમુખ મંદિરો વિશે જ્યાં સૌથી વધારે સોના-ચાંદી અને અન્ય કિંમતી ચીજો છે.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

પદ્મનાભસ્વામી મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. અનુમાન અનુસાર, મંદિરમાં મોજૂદ સોના અને કિંમતી પથ્થરોની કિંમત 1.20 લાખ કરોડથી પણ વધારે આંકવામાં આવી છે. આ મંદિર તરફ લોકોનું ધ્યાન 2011માં ત્યારે ગયું જ્યારે સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી મંદિરના પરિસરની અંદર ગુપ્ત લોકરોને ખોલવાની પરવાનગી આપવામાં આવી.

તિરુપતિ મંદિર

10મી સદીમાં બનાવવામાં આવેલ આ મંદિર સંપત્તિના મામલામાં બીજા સ્થાને છે. ભક્તો પાસેથી મળનારા દાનના આધારે અહીં વાર્ષિક આવક લગભગ 300 મિલિયન ડૉલર હોવાની આશા છે. અહીં રોજ દર્શન કરવા માટે આવતા લગભગ 30 હજાર ભક્તો 60 લાખ ડૉલર એટલે કે 50 કરોડથી વધારાનું દાન કરે છે.

ગુરુવાયુરપ્પન મંદિર

આ મંદિરમાં લગભગ 50 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા રોજ આવે છે. મંદિરની કુલ સંપત્તિ લગભગ 2500 કરોડ હોવાનું અનુમાન છે. તમિલનાડુમાં સ્થિત આ મંદિરમાં પાછલા દિવસોમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પત્ની દુર્ગા સ્ટાલિને સોનાનું મુકુટ ભેટ આપ્યું હતું.

શિરડી સાંઈબાબા મંદિર

શિરડીના સાંઈ મંદિરમાં ભક્તોની લાઇનો લાગી હોય છે. મુંબઈથી લગભગ 300 કિમી દૂર સ્થિત આ મંદિર પાસે લગભગ 300 કિલો સોનાનો ભંડાર છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટની પાસે લગભગ 1800 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈ સ્થિત આ મંદિર દેશ અને દુનિયાના સૌથી અમીર મંદિરોમાં સામેલ છે. વર્ષ 1900થી આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓની હંમેશા ભીડ લાગી હોય છે. મંદિરની કુલ સંપત્તિ લગભગ 125 કરોડ રૂપિયા છે. એવી માન્યતા છે કે મુંબઈ આવનારા લોકોએ સિદ્ધિવિનાયકના દર્શન જરૂર કરવા જોઇએ.

 

ખેર, પાછલા દિવસોમાં રામ મંદિર બનાવવામાં અત્યાર સુધીમાં લગભગ 900 કરોડ રૂપિયા ખર્ચ થયા છે, એવી મીડિયા રિપોર્ટ સામે આવી હતી. જેના અનુસાર 3000 કરોડ રૂપિયા હજુ પણ રામ મંદિર ટ્રસ્ટના બેંક ખાતામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp