કલેક્ટરે મંદિરને સીલ મારી દીધું, કારણ હતું દલિતોને પ્રવેશ...

PC: thesouthfirst.com

મંદિરોમાં દલિતાનો પ્રવેશ પર બબાલ થઇ હોવાના અનેક મામલા તમે જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ તમિલનાડુની એક ઘટના થોડી અલગ છે. અહીં એક મંદિરમાં દલિતોના પ્રવેશને લઇને એવો વિવાદ ઉભો થયો કે જેને કારણે મંદિરને જ સીલ મારી દેવામાં આવ્યું. આ મામલો તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો છે. અહીંના મેલપાડી વિસ્તારમાં દ્રોપદી અમ્મન મંદિર છે, જેને સીલ મારી દેવામાં આવ્યું છે. 7 જૂને કલેકટરે કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાએ મંદિરને સીલ મારવાન નિર્ણય લીધો હતો.

મંદિરમાં પ્રવેશને લઈને કથિત ઉચ્ચ જાતિ અને દલિતો વચ્ચેના વિવાદ બાદ આવું કરવામાં આવ્યું છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

દ્રોપદી અમ્મન મંદિર છેલ્લાં 45 વર્ષથી હિંદુ ધાર્મિક અને ચેરીટેબલ સંસ્થા દ્રારા ચલાવવામાં આવે છે. મંદિરના સંચાલકો અને અન્ય શ્રધ્ધાળુઓને દલિતોના મંદિરમાં પ્રવેશ સામે વાંધો છે. પહેલા મામલો ઉકેલવા માટે, ગ્રામ પંચાયતના વડાઓ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. જે બાદ જિલ્લા પ્રશાસને આ પગલું ભર્યું હતું.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષના એપ્રિલ મહિનામાં દલિત સમાજના એક વ્યકિતએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેની સામે ઉચ્ચ જાતિના લોકોએ નારાજગી દર્શાવી હતી. એ પછી દલિતોને મંદિરમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારથી આ બંને વર્ગો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. આ મામલામાં ઓછામાં ઓછી 4 FIR થઇ ચૂકી છે.

મંદિર પર એક નોટીસ લગાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જ્યા સુધી ઉકેલ નહીં આવે ત્યાર સુધી બંને વર્ગ મંદિરમાં પ્રવેશ કરી શકે નહી. ગામમાં બે વર્ગ વચ્ચે પૂજા-પાઠની સમસ્યાને કારણે અસામન્ય હાલત બની ગઇ છે. જેને કારણે કાયદો વ્યવસ્થા બગડી શકે છે.

તાજેતરમાં વિલ્લુપુરમના સાંસદ અને ડીએમકેના નેતા ડી રવિકુમારે સ્થાનિક વહીવટીતંત્ર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 5 જૂન, સોમવારે તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર સી પલાની પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીને એક મેમોરેન્ડમ સુપરત કરીને વિનંતી કરી કે તમામ ભક્તોને કોઈપણ જાતિના પક્ષપાત વિના મંદિરની અંદર જવાની મંજૂરી આપવી જોઈએ. જો કે, આનાથી પણ મામલો ઉકેલાયો ન હતો અને હવે મંદિરના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp