બાબા બર્ફાનીની પહેલી તસ્વીર સામે આવી, 1 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા

જમ્મૂ-કશ્મીરના અનંતનાગ જિલ્લામાં હાજર પવિત્ર અમરનાથ ગુફામાં શિવલિંગે આકાર લઇ લીધો છે. બાબા બર્ફાનીની પહેલી તસ્વીર સામે આવી છે. આ વર્ષે થનારી અમરનાથ યાત્રાની તૈયારી માટે જમ્મૂ-કશ્મીરનું તંત્ર લાગી પડ્યું છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે 1 જુલાઇ 2023થી યાત્રા શરૂ થશે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.અમરનાથ યાત્રા માટે સરકારે શિડ્યુલ પણ જાહેર કરી દીધો છે.

અમરનાથ યાત્રા માટે 17 એપ્રિલ 2023થી ઓફલાઇન અને ઓનલાઇનથી રજિસ્ટ્રેશન પણ શરૂ થઇ ચૂકયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મૂ-કશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મૂ-કશ્મીરના DGP દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. Shri Amarnathji Shrine Board  (SASB)ની 44મી બેઠક દરમિયાન, સભ્યો અને અધિકારીઓએ શ્રીઅમરનાથ યાત્રા-2023 ના વિવિધ પાસાઓની સમીક્ષા કરી, જેમાં નોંધણી, હેલિકોપ્ટર સેવાઓની જોગવાઈ, સેવા પ્રદાતાઓ, શિબિરો, લંગર અને યાત્રીઓ માટે વીમા કવચનો સમાવેશ થાય છે.

પવિત્ર યાત્રાધામ અને રજીસ્ટ્રેશન માટેની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલીમુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમે તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરીશું. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. અમરનાથ યાત્રા 1 જુલાઇથી શરૂ થશે અને 31 ઓગસ્ટના દિવસે પુરી થશે, મતલબ કે 62 દિવસ સુધી યાત્રા ચાલું રહેશે. મનોજ સિંહાએ યાત્રા વિશે અધિકારીઓને જરૂરી સુચના આપી દીધી છે.

અમરનાથ યાત્રા પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલથી એક સાથે શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દુનિયાભરના ભક્તો માટે સવાર- સાંજની આરતીનું લાઇવ પ્રસારણ કરશે.

અમરનાથ યાત્રાનું અંતર ઘણું છે અને અહીં પગપાળા જવાનું ખુબ અઘરું છે. બર્ફવર્ષા પણ મોટા પ્રમાણમાં થતી હોય છે. એટલા માટે અમરનાથ જતા પહેલા તમારે સરકારના કેટલીક શરતો અને નિયમો જાણી લેવા જોઇએ. અમરનાથ મંદિર જમ્મૂ-કશ્મીરમાં આવેલું છે અને અહીં હંમેશા આતંકવાદી હુમલાનું જોખમ રહે છે.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ, અમરનાથની યાત્રા કરનારની ઉંમર 13થી 70 વર્ષ હોવી જોઇએ. મતલબ કે 13 વર્ષથી ઓછી ઉંમર અને 70થી વધારે ઉંમરના લોકો યાત્રા કરી શકે નહીં. 6 સપ્તાહથી વધારે સમય હોય તેવી ગર્ભવતી મહિલાઓને યાત્રામાં જવાની મંજૂરી નથી.અમરનાથના દર્શન કરવા માટે ઓફલાઇન કે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળતી નથી.

અમરનાથ મંદિર ખાસ્સું ઉંચાઇ પર હોવાને કારણે તમારું આરોગ્ય બગડી સખે છે. જો તમે સ્વસ્થ હો તો જ યાત્રા પર જજો. યાત્રા પર જતા પહેલા હેલ્થ સર્ટિફેકટ બનાવવું જરૂરી છે. બધા જરૂરી દસ્તાવેજો યાત્રા દરમિયાન તમારે સાથે રાખવા પડશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.