રાશિ અનુસાર આ રંગોથી રમો હોળી, મળશે ગુડલક

PC: indianyug.com

હિંદુ ધર્મમાં હોળી પર્વનું વિશેષ મહત્ત્વ હોય છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં સુદ પક્ષમાં આવે છે. એવામાં લોકોના મનમાં ઘણા સવાલો આવે છે કે, જેમા મુખ્ય સવાલ એ છે કે, કઈ રાશિના લોકોએ કયા રંગથી હોળી રમવી જોઈએ જેથી તેમને શુભ ફળ મળે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ માટે એક શુભ રંગ નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ દિવસ અનુસાર પણ રંગો નક્કી કરવામાં આવ્યા છે. તમારા શુભ રંગ અનુસાર જો કપડાં પહેરવામાં આવે તેમજ જો હોળી પર તમે આ રંગનો પ્રયોગ કરશો તો નિશ્ચિતરૂપે જ તમને આખુ વર્ષ ગુડલક મળશે.

મેષ અને વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિ પર મંગળનું શાસન હોય છે અને મંગળનો રંગ લાલ હોય છે. આથી, આ રાશિના જાતકોએ લાલ રંગથી હોળી રમવી જોઈએ.

વૃષભ અને તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર હોય છે. આ ગ્રહ શાંતિ પ્રિય હોય છે. આ રાશિના જાતકો માટે સફેદ અથવા ગુલાબી રંગથી હોળી રમવી ઉત્તમ રહેશે.

કન્યા અને મિથુન રાશિ

કન્યા તેમજ મિથુન રાશિ માટે લીલો રંગ શુભ હોય છે. આ બંને રાશિઓનો સ્વામી બુધ હોય છે. આ લોકો લીલા, નારંગી અથવા પીળા રંગથી હોળી રમી શકે છે.

મકર અને કુંભ રાશિ

શનિ, મકર તેમજ કુંભ રાશિનો સ્વામી હોય છે. કાળો અને ભૂરો રંગ તેમના માટે શુભ હોય છે. આથી, તમારે કાળા, ભૂરા અથવા જાબુંડિયા રંગથી હોળી રમવી જોઈએ.

ધન અને મીન રાશિ

ધન તેમજ મીન રાશિનો સ્વામી ગુરુ છે. તેનો સંબંધ વિષ્ણુ ભગવાન સાથે છે. વિષ્ણુજીનો પ્રિય રંગ કેસરી તેમજ પીળો છે. આથી, તમે આ રંગોથી હોળી રમી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને આ રાશિના જાતકોનો શુભ રંગ સફેદ છે. આથી, આ કર્ક રાશિના જાતકો માટે સફેદ અથવા ચમકીલા રંગથી હોળી રમવી શુભફળ આપનારી સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ

ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિના સ્વામી હોય છે. આ રાશિના જાતકો જો લાલ, નારંગી અથવા પીળા રંગથી હોળી રમે તો ખૂબ જ શુભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp