ગિરનારનો મુદ્દો છોડી દેવા માટે મને 500 કરોડની ઓફર થયેલી,મહેશગીરીનો ધડાકો

PC: divyabhaskar.co.in

ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી. જો કે તેમણે ઓફર કોણે કરી હતી? તે વિશે કોઇ ફોડ પાડ્યો નહોતો. આ ઉપરાંત મહંત મહેશગીરીએ જૈન સમાજ પર પણ નિશાન સાધ્યું હતું.

પાલિતાણામાં મંગળવારે વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ દ્રારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં મહંત મહેશગીરીએ નિવેદન આપ્યું કે જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે સનાતન જાગે છે ત્યારે પૈસા ગૌણ થઇ જાય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી અનેત વિવાદો ઉભા થઇ રહ્યા છે. સાળંગપુર મંદિરનો વિવાદ હોય કે ગિરનાર પર દત્તાત્રેયનો વિવાદ હોય, સનાતન ધર્મના સંતો મંહતો ધર્મસભા યોજીને સનાતન ધર્મની સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પાલિતાણામાં દ્રારકાપીઠ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં અને સંતો મહંતો હાજર રહ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનાના વિવાદ વચ્ચે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે, જૈન સમાજના લોકો હિંદુ મંદિરો પર દાવા કરી રહ્યા છે. જૈનો મહારાષ્ટ્રના લક્ષ્મી મંદિરને અને તિરુપતિ બાલાજી મંદિરને પણ જૈનાના મંદિર તરીકે ગણાવે છે. તેમણે જૂનાગઢ દત્તાત્રેય વિવાદ વિશે કહ્યું હતું કે, મૂળ વિવાદ આઝાદી કાળથી ચાલી રહ્યો છે. જેમાં હિંદુ સમાજ અને સંતો ભગવાન દત્તાત્રેયની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચ પર રહેલા સ્થાનકની પૂજા કરે છે. જ્યારે જૈન સમાજ દાવો કરે છે કે એ ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની નહીં, પરંતુ તેમના તીર્થંકંર નેમિનાથ ભગવાનની છે. આ મામલો હાઇકોર્ટમા પણ વર્ષોથી ચાલી રહ્યા છે.

તાજેતરમાં ગિરનારના દત્તાત્રેય શિખર પર વિવાદ ઉભો થયો હતો. એવો આરોપ છે કે દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે જૈન સમાજે એવો દાવો કર્યો હતો કે અમને દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp