જિંદગીમાં કઇંક મોટું કરવું છે તો સંગત સારી રાખવી પડશે: સાધ્વી જયા કિશોરી

PC: facebook.com/iamjayakishori

કથાકાર, ભજન ગાયિકા અને મોટીવેશનલ સ્પીકર તરીકે દેશ અને દુનિયામાં જાણીતા બનેલા જયા કિશોરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તમારી જિંદગી બદલી શકે છે. આ વીડિયોમાં સાધ્વી કહી રહ્યા છે કે જો તમારે જિંદગીમાં કઇંક સારું કરવું છે, કઇંક મોટું કરવું છે તો તમારે સંગત સારી રાખવી પડશે.

સાધ્વી જયા કિશોરી જ્યારે સ્ટેજ પરથી કૃષ્ણની વાત કરતા હોય તે ભગવાન રામ વિશે બોલતા હોય ત્યારે તેમના ચહેરા પર તેજસ્વીતાનો ભાવ દેખાય છે. માત્ર 9 વર્ષની ઉંમરે આધ્યાતમિક્તા સાથે જોડાયેલા સાધ્વી જયા કિશોરી આજે દેશ અને દુનિયાભરમાં તો જાણીતા જ છે, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમના જબરદસ્ત ફોલોઅર્સ છે.

તેમની વાતમાં હમેંશા પોઝિટીવિટી જોવા મળે છે. ક્યારે પણ તેઓ નેગેટીવ વાત કરતા નથી. સાધ્વી એવી વાતો કરે છે જે શ્રોતાઓની જિંદગીમાં સકારાત્મકતા લાવી શકે છે, તેમની જિંદગીમાં ખુશી અને એનર્જિનો સંચાર થઇ શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સાધ્વી જયા કિશોરી એકદમ પ્રસન્ન ચહેરા સાથે પ્રેરણાત્મક વાત કરીને કહી રહ્યા છે કે, જો તમારે ખરેખર જિંદગીમાં કઇંક સારું કરવું છે, કઇંક મોટા સપના જોવા છે, કઇંક મોટું કરવું છે તો તમારે સંગત સારી રાખવી પડશે. જો તમારી સંગત સારી ન હશે, તો જિંદગીમાં તમે કશું પણ કરી શકશો નહીં.

સાધ્વી આગળ કહે છે, કેટલાંક લોકો એવી વિચારધારાના હોય છે કે મારે કશું કરવું નથી, મારે તો બસ મોજમસ્તી જ કરવી છે. તો એવા લોકો માટે હું દબાણ કરી શકું નહીં. કેટલાંક લોકો એવા જ હોય છે જે જાણી જોઇને જિંદગી બરબાદ કરવા માંગે છે.

કેટલાંક લોકો એવા હોય છે જે એવું વિચારે છે કે મારે સારું તો કરવું છે, પરંતુ સંગત મારે ખોટા લોકોની કરવી છે. તો મારે એવા લોકોને કહેવું છે કે, આ બે વાત ક્યારેય શક્ય બને નહીં.

જો તમારી આસપાસ એવા લોકો હોય કે જે આગળ વધવા માંગતી નથી, તેમની વિચારધારા હમેંશા નકારાત્મક હોય તો તેમનાથી દુરી કરી દેવી જોઇએ. સારી સંગત જ તમને આગળ વધવામાં મદદ કરશે.

સાધ્વી જયા કિશોરી અલગ અલગ વિષયો પર જિંદગી સાથે જોડાયેલી વાતો કરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp