એવું અનોખુ શિવ મંદિરમાં જ્યાં લોકો શિવલિંગની ક્યારેય અભિષેક કે આરતી કરતા નથી

PC: gujjudhamal.com

ભગવાન શિવને ભોલાનાથ કહેવામાં આવે છે. ભોલાનાથ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. સોમવારે ભક્તો ભોલાનાથના મંદિરે દૂધ, બીલીપત્ર અને હાર ચડાવીને તેમની પૂજા અર્ચના કરે છે. પરંતુ આજે અમે ભગવાન શિવના એક એવા મંદિરની વાત કરવાના છીએ કે જેમાં સ્થાપિત કરવામાં આવે શિવલિંગની આજે પણ ભક્તો દ્વારા પૂજા કરવામાં આવતી નથી.

એવું માનવામાં આવે છે કે, આ શિવલિંગની પૂજા કરવામાં તેની તેનું ફળ મળતું નથી. મંદિરની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે અને આ કથા અનુસાર મંદિર બનાવનારા શિલ્પકારે કરેલી ગંભીર ભૂલના કારણે સદીઓથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવતી નથી.

રિપોર્ટ અનુસાર ભગવાન શિવનું આ મંદિર ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનથી અંદાજીત 75 કિલોમીટર દૂર આવેલા બ્લ્તીર નામના એક નાના એવા ગામમાં આવેલું છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર ભગવાન શિવનું આ મંદિર અભિશાપિત છે. તેથી ગામના લોકો મંદિરની અંદર જઈને ભગવાનની પૂજા કરતા ડરી રહ્યા છે.

આ મંદિરનું નિર્માણ સદીઓ પહેલા રાજા ક્ત્યુરીના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને બનાવવાની જવાબદારી રાજા દ્વારા એક હાથ વાળા શિલ્પકારને આપવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, શિલ્પકારનો એક જ હાથ હોવા છતાં પણ તેને એક દિવસના સમયમાં કઠીન પરિશ્રમ કરીને મંદિરનું નિર્માણ કર્યું હતું. આ વાતની જાણ ગામના લોકોને જાણવા મળતા તેઓ શિલ્પકારની કલાકૃતિ અને મંદિરને જોવા માટે મંદિર પર એકઠા થયા હતા.

ગામના લોકોએ મંદિરમાં આવ્યા અને તેમને મંદિરની પ્રસ્થાપિત શિવલિંગને જોયું ત્યારે ખબર પડી કે શિલ્પકાર દ્વારા શિવલિંગ ખંડિત છે અને તેને ખોટી દિશામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. શિવલિંગ ખોટી દિશામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હોવાના કારણે લોકોએ તેની પૂજા નહીં કરીને શિલ્પકારને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મળ્યો ન હોતો. એક હાથ ધરાવતા શિલ્પકારે આ મંદિરને બનાવતા મંદિરનું નામ હથીયા દેવાલ પડ્યું હતું. 

ખોટી દિશામાં શિવલિંગ હોવાના કારણે લોકો આ શિવલિંગ ની પૂજા નથી કરતા. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જો પૂજા કરવામાં આવે છે તો તે પૂજા નો લાભ નથી મળતો અને પૂજા દોષપૂર્ણ થઇ જાય છે. આ માન્યતાના કારણે આજે પણ ભગવાન શિવના આ પૌરાણિક મંદિરમાં લોકો દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી. જે પણ ભક્તો શિવલિંગના દર્શન કરવા માટે તે ફૂલ ચઢાવે પણ શિવલિંગની આરતી કરતા નથી. ભક્તો શિવલિંગ પર દૂધનો અભિષેક પણ નથી કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp