શું ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જયા કિશોરી કરવાના છે લગ્ન? કિશોરીએ પોતે કર્યો ખુલાસો

PC: twitter.com

અત્યારે દેશભરમાં બે કથાકાર જબરદસ્ત ચર્ચામાં છે. બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અને મોયટીવેશનલ સ્પીકર અને કથાકાર જયા કિશોરીના લગ્નનની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. હવે જયા કિશોરીએ પોતાના લગ્નની આ ચર્ચા પર મૌન તોડ્યું છે અને એક મોટુ  નિવેદન આપ્યું છે.

મોટીવેશનલ સ્પીકર અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવનારા જયા કિશોરી તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

જ્યારે મીડિયાએ જયા કિશોરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે ઉભા થયેલા વિવાદ પર સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, એ વિશે મને કોઇ જાણકારી નથી. બધાની પોત પોતાની વિદ્યા હોય છે. તમે મને મારી કથા વિશે પુછશો તો હું કોઇ પણ વાત જણાવી શકીશ. કારણકે એ હું વાંચી રહી છું. જે વિશે હું જાણતી જ નથી એની પર ટીપ્પણી કરવી યોગ્ય નથી.

પત્રકારોએ જ્યારે તેમના લગ્નની ચર્ચા વિશે સવાલ પુછ્યો તો તેમણે સીધો તો જવાબ આપ્યો નહોતો, પરંતુ આ વાત ફેક હોવાનો તેમણે આડકતરો ઇશારો કરી દીધો હતો. તેમણે કહ્યું કે, આપણને સારી ચીજ મળતી હોય છે, પરંતુ  તમે તેનો ખોટો ઉપયોગ કરો છો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક સારા કામ માટે મળ્યો છે.

તેમણે કહ્યું કે અત્યારે હું તમારી સામે બેઠી છું અને તમે મારી સામે. તમે મારી વાત લોકોને ઘર ઘર સુધી પહોંચાડો છો તે સારી વાત છે, પરંતુ, આ જ વાત તમે ગોળ ગોળ કરીને લોકો સુધી પહોંચાડો તે ખોટું છે. જયા કિશોરીએ કહ્યું કે, હું મારી વાત સોશિયલ મીડિયા પર મારી ચેનલ મારફતે લોકો સુધી પહોંચાડું છું. જો હું લગ્ન કરીશ તો મારી ચેનલ મારફતે બધાને જાણ થવાની જ છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેક ચેનલ બનાવીને ભ્રામક પ્રચાર ફેલાવે છે.

જયા કિશોરીએ કહ્યું હતું કે હું કોઇ સાધુ સંત નથી, હું એક સાધારણ છોકરી છું જેમ બધા પરિવારોમાં હોય છે. બધાની જુદી જુદી રૂચિ હોય છે, એ રીતે મને આધ્યાત્મમાં રસ છે, એટલે એમાં હું આગળ વધી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp