યોગી સરકારે કાવડ યાત્રા માટે નિયમો બનાવ્યા, કેટલાક પ્રતિબંધો મૂકી દીધા

PC: amarujala.com

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ આખા દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ જશે. 4 જુલાઈથી 31 ઑગસ્ટ વચ્ચે શ્રદ્ધાળુ લાંબી લાંબી પદયાત્રાઓ કરીને ભગવાન શંકરને જળ ચડાવવા જશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે આ વખત કાવડ યાત્રા પ્લાસ્ટિક મુક્ત હશે એટલે કે કાવડ યાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મૉકૉલનો ઉપયોગ પ્રતિબંધિત હશે. તેની સાથે જ કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે અત્યારથી જ સ્પષ્ટતા કરી દીધું છે કે DJ પર અશ્લીલ ગીતો વગાડવા, સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરવા અને ભાલા અને ત્રિશુળ જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નહીં હોય.

મુખ્ય સચિવ શહેરી વિકાસ અમૃત અભિજાતે કહ્યું કે કાવડ યાત્રાને પૂરી રીતે પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે સાથે થર્મોકોલના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે અને રસ્તામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ભક્તોને 12 ફૂટથી વધારે ઊંચાઈના ભાલા અને ત્રિશુળ લઈ જવાની મંજૂરી નહીં હોય. DJ કન્સોલ પર અશ્લીલ ગીતો વગાડવાની મંજૂરી નહીં હોય. સાથે જ કાવડ માર્ગો પર વાહનોની અવર-જવર નહીં થાય.

અસામાજિક તત્વોને સાંપ્રદાયિક તણાવ ફેલાવનારી અફવાઓ રોકવા માટે પોલીસ વૉટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર નજર રાખશે. યાત્રાની અવર-જવર પર CCTV અને ડ્રોન કેમેરાઓથી નજર રાખવામાં આવશે. આયોજનની તૈયારીઓની સમીક્ષા કરનારા મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કાવડ યાત્રાની સતત દેખરેખના નિર્દેશ આપ્યા છે જેથી યાત્રા સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. યાત્રા જે જિલ્લાઓથી થઈને પસાર થશે. આ બધા જિલ્લાના અધિકારીઓ સમન્વય બનાવીને કામ કરે.

પોલીસકર્મીઓને શ્રદ્ધાળુઓ સાથે શાલીનતાથી રજૂ કરવું જોઈએ. અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના અધિકારીઓને કાવડ શિબિરો અને સામુદાયિક ભોજ (ભંડારો)ની મંજૂરી આપવા અગાઉ કાવડ સંઘો સાથે વાતચીત કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રસાદે કહ્યું કે, જિલ્લા પ્રશાસને અધિકારી કાવડયાત્રીઓને સુરક્ષા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. તેમણે કહ્યું કે, એન્ટી વેનમ અને એન્ટી રેબિજ વેક્સીનને ચિકિત્સા શિબિરોમાં સ્ટોર કરવામાં આવશે. રસ્તાઓમાં શૌચાલાય અને સ્નાનાગારની વ્યવસ્થા થવી જોઈએ. અપ્રિય ઘટનાને રોકવા માટે ઘાંટો પર બેરિકેડિંગની વ્યવસ્થા કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp