નવું વર્ષ શરૂ થવા પહેલા જાણી લો નાસ્ત્રેદમસે કરેલી 2023 માટેની ભવિષ્યવાણી

PC: jagran.com

ફ્રાંસના જાણીતા એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસની 500 વર્ષ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણી એકદમ સાચી પડી છે. 1555માં પ્રકાશિત થયેલી નાસ્ત્રેદમસની બુક Les Propheuiesમાં વિશ્વને લઇને કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમની આ બુક આજની જનરેશનના લોકોમાં પણ ઘણી લોકપ્રિય છે. આ બુકમાં લગભગ 912 ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં કેટલીક ભયાનક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભવિષ્યવાણીઓમાં વર્ષ 2023નો પણ ઉલ્લેખ મળે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023નું ભવિષ્ય અંધકારમય દેખાઇ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, તે વર્ષ 2023માં મોટું રૂપ ધારણ કરી શકે છે. આ સંઘર્ષની સ્થિત એક મોટા યુદ્ધની તરફ ઇશારો કરી રહી છે. એવામાં નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સત્ય સાબિત થતી દેખાઇ રહી છે.

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં આકાશમાંથી આગ વરસવાની પણ વાત કરી છે. વર્ષ 2023 માટે આ ભવિષ્યવાણી ખૂબ જ અશુભ છે. આ પ્રકારના પ્રલયનો ઉલ્લેખ બાઇબલમાં પણ મળે છે. તેને દુનિયાના અંતનો સંકેત કહી શકાય છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં મંગળ ગ્રહ પર લેન્ડિંગની વાત પણ કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં તેમણે વ્યક્તિઓના મંગળ ગ્રહ પર જવા અને ત્યાં જીવનના અસ્તિત્વના સંકેત આપ્યા છે. હાલમાં જ SpceXના ફાઉન્ડર અને ટ્વીટરના નવા માલિકે 2023 સુધી વ્યક્તિના મંગળ ગ્રહ પર પગ મૂકવાની વાત કરી હતી.

કોરોના મહામારી અને યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે સંઘર્ષથી વિશ્વભરમાં આર્થિક ઉથલ પાથલ મચેલી છે, જેનું પરિણામ આખી દુનિયા ભોગવી રહી છે. આ આર્થિક સંકટથી લોકોનું કોસ્ટ ઓફ લિવિંગ વધી ગયું છે. આ આર્થિક સંકટ વર્ષ 2023માં લોકોને વધારે હેરાન કરી શકે છે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કોઇ નવો મુદ્દો નથી. તેના પર નાસ્ત્રેદમસે પણ ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસ અનુસાર, 2023માં વૈશ્વિક તાપમાં વૃદ્ધિ થશે અને સમુદ્રનું સ્તર વધશે. વર્ષ 2023માં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પહેલા કરતા વધુ જટિલ બનતી નજરે પડી રહી છે અને તેના કારણે આખી પૃથ્વીના જળવાયુ પર મોટી અસર પડી શકે છે તેનાથી મનુષ્યની જીવનશૈલી પર પણ ગંભીર અસરો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp