મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ: હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

સુપ્રીમ કોર્ટાં શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે અને મથુરાની વિવાદીત શાહી ઇદગાહ મંદિરનો સર્વે કરવાની માંગનો ઇન્કાર કરી દીધો છે.
મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં જ્ઞાનવાપી મસ્જિદની જેમ સર્વે કરવાની માંહ પર હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જે રીતે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો તે રીતે આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થાનના ઐતિહાલિક અને સ્થાપત્યના મહત્ત્વ વિશે ખબર પડી જશે.
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. હિંદુ પક્ષે શાહી ઇદગાહ મસ્જિદ માટે સર્વે કરવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષને ઝટકો આપ્યો છે અને શાહી ઇદગાહ મસ્જિદ- શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થળ મથુરાને જ્ઞાનવાપી મસ્જિદની ટેમ સાયન્ટિફિક સર્વે કરાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને મસ્જિદના સર્વેક્ષણ પર નિર્ણય લેવા માટે કહ્યું છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવા માટે હિંદુ પક્ષે કેસ કર્યો હતો અને કોર્ટે મસ્જિદમાં સર્વે કરવાની મંજૂરી આપી હતી. એ પછી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવાદીત મસ્જિદના સાયન્ટીફિક શર્વ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની ટીમે શાહી ઇદગાહ મસ્જિદમાં પણ સર્વે હાથ ધરવામાં આવે.
કાશી અને મથુરાનો વિવાદ કઇંક અંશે અયોધ્યા રામ મંદિર જેવો જ છે. હિંદુઓનો દાવો છે કે કાશી અને મથુરામાં મોઘલ શાસક ઔરંગઝેબ મંદિરને તોડીને ત્યાં મસ્જિદનું નિર્માણ કરી દીધું હતું. એવું કહેવાય છે કે ઔરંગઝેબ 1669માં કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવ મંદિર તોડવાનું ફરમાન જારી કર્યું હતું. એ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાદી ઇદગાહ મસ્જિદ બનાવી દેવામાં આવી હતી. મથુરાના આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હકની લડાઇ સાથે જોડાયેલો છે. હિંદુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને એ જમીન શ્રીકૃષ્ણ જન્મ સ્થાનને આપી દેવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે કહ્યું છે કે મંદિરના સર્વે કરવાનો નિર્ણય હાઇકોર્ટે લેશે. મતલબ કે આ વિવાદ હાઇકોર્ટમાં પહોંચવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp