મુસ્લિમ યુવક આરિફમાંથી બન્યો આનંદ, હિંદુ ધર્મ અપનાવ્યો કહ્યું-મને કોઇનો ડર નથી
મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને સનાતન ઘર્મની વિધી પ્રમાણે મુંડન કરાવી લીધું છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશમાં મુસ્લિમ સમાજના 250 લોકોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.
મધ્ય પ્રદેશના શાજાપુરના આરીફે સનાતન ધર્મ અપનાવ્યો અને તેનું નામ આનંદ રાખી દીધું છે. તેણે તાજેતરમાં માથું મુંડન કરાવ્યું હતું અને કેસરી વસ્ત્રો પહેર્યા હતા. આરીફે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પ્રસંગે આનંદ બનેલા આરીફે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. તેને કોઈ સમાજનો ડર નથી. તે તેનો પોતાનો નિર્ણય છે.
મધ્યપ્રદેશના શાજાપુરમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવ્યો. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ આરીફ હવે આનંદ બની ગયો છે. 11મી જાન્યુઆરીએ જિલ્લામાં યોજાયેલા શૌર્ય યાત્રાના કાર્યક્રમમાં આરીફે મુંડન કરાવ્યું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેણે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે સંસ્કાર પૂર્ણ કર્યા.
शाजापुर में आज एक मुस्लिम युवक ने धर्म परिवर्तन करते हुए हिंदू धर्म ग्रहण किया..आरिफ नामक यह युवक अब आज से आनंद कहलाएगा..बजरंग दल और विश्व हिंदू परिषद के शौर्य यात्रा कार्यक्रम के मौके पर मुस्लिम युवक ने आज अपना मुंडन करवा कर भगवा वस्त्र धारण किया और हिंदू धर्म को ग्रहण किया ! pic.twitter.com/etVLX5Br0o
— Sunil Hanchoria (@Sunil_Hanchoria) January 12, 2023
આ પ્રસંગે શુજલપુરના રહેવાસી આરીફે જણાવ્યું કે તે લાંબા સમયથી હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો.પરંતુ, તેણે હવે સંપૂર્ણ રીતે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. આરિફે કહ્યું કે તે કોઈ સમાજથી ડરતો નથી. આ તેનો પોતાનો નિર્ણય છે.
શુજલપુરના રહેવાસી આરીફે થોડા દિવસો પહેલા એક હિન્દુ મહિલા સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.. મહિલા સાથે શાજાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવાની માહિતી મળતાં જ કેટલાક લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તે બંનેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી. યુવકે કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેથી જ લગ્ન કર્યા છે.
હિન્દુવાદી સંગઠનના કાર્યકરોએ યુવકો સામે લવ જેહાદનો કેસ નોંધવાની પણ માંગ કરી હતી. જોકે, મહિલાએ પણ લગ્ન માટે સંમતિ આપતા મામલો શાંત પડ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે, પરંતુ પતિ તેને ત્રાસ આપે છે, તેથી તે આરિફ સાથે રહેવા માંગે છે. મહિલા તેની પડખે ઉભી રહી. તેથી જ યુવાન આરીફે પણ તેના માટે સનાતની બનવાની વાત કરી.
શાજાપુર જિલ્લામાં સનાતની બનવાનો આ પહેલો કિસ્સો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘર વાપસીનું આ અભિયાન આમ જ ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp