સમેદ શિખર પર નવો વિવાદ, આદિવાસી સમુદાયનો દાવો- આખો પહાડ અમારો, આંદોલનની જાહેરાત

PC: oneindia.com

હજુ તો સમેત શિખરને લઇને જૈન સમાજે કરેલા આંદોલનની શાહી સુકાઇ નથી ત્યાં આદિવાસી સમાજે મોર્ચો માંડ્યો છે અને પર્વત પર તેમનો કબ્જો હોવાનો દાવો કરીને મોટા આંદોલનની ચિમકી આપી છે. ઝારખંડના ગિરિડીહમાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કારણ કે હવે આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં પૂર્વ સાંસદ અને આદિવાસી સંથાલ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ સાલખન મુર્મુએ કહ્યું કે હેમંત સોરેન સરકાર આદિવાસી વિરોધી સરકાર છે.

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. હકીકતમાં, ઝારખંડના આદિવાસી સમુદાયે હવે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં આદિવાસી સમાજે કહ્યું છે કે આ અમારું ધર્મસ્થાન છે. જેને લઈને લોકોને આજે પારસનાથ પર્વત પર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે.

સાલખન મુર્મુ કહ્યું કે પારસનાથ પર્વત આજે નેશનલ લેવલનો બની ગયો છે, પરંતુ અમે આદિવાસીઓ દાવો કરીએ છીએ કે, પારસનાથ પર્વત અમારા આદિવાસીઓનો છે. તે અમારા ઇશ્વર છે. અમે તેમને મરાંગ બુરુ અથવા બુઢા પર્વત  તરીકે ઓળખીએ છીએ.તેમણે કહ્યું કે જ્યારે મામલો જૈન વિરુદ્ધ સંથાલ આદિવાસીઓનો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે પારસનાથ પર્વત સંથાલોનો છે.

સાલખન મુર્મે કહ્યું કે હવે જૈન ધર્મના અનુયાયીઓ પારસનાથ પર્વત પર પોતાના માલિકી હક્ક માટે દેશભરમાં આંદોલન શરૂ કરી ચુક્યા છે. આ પછી, આદિવાસીઓ સાથે વાત કર્યા વિના, તેમની બાજુ સાંભળ્યા વિના કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય આપ્યો. તેમણે કહ્યું કે આનાથી અમારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સમગ્ર દોષ ઝારખંડ સરકારનો છે.

ઝારખંડના ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ આ આંદોલનની નેતાગીરી સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો સરકાર અમારી માંગ 25 જાન્યુઆરી 2023 સુધીમાં નહીં સ્વીકારશે તો 30 જાન્યુઆરી 2023થી મોટું આંદોલન શરૂ કરવામાં આવશે અને આદિવાસીઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે. પાંચ રાજ્યોના આદિવાસી પારસનાથ પર્વત પર આંદોલન માટે ભેગા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp