ભારતીયોને હવે નેપાળ કે ચીનથી નહિ, પણ દેશના આ રાજ્યથી કૈલાસ માનસરોવર જઇ શકશે

PC: inventiva.co.in

કૈલાસ માનસરોવરની ભવ્યતા અને દિવ્યતાના દર્શન કરવા માટે ભારતીય શ્રધ્ધાળુઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે ભારતીયોએ હવે ચીન કે નેપાળ નહી, પરંતુ વાયા ઉત્તરાખંડ પહોંચી શકશે.

શિવભક્તો માટે એક સારા અને આનંદ સમાચાર છે. શિવધામ એટલે કે કૈલાશ પર્વત સુધી જવા માટે ઉત્તરાખંડની લિપુલેખમાં તૈયાર કરવામાં આવેલો રસ્તો ટૂંક સમયમાં શરૂ થશે. PTIના અહેવાલ મુજબ આ રસ્તો આ વર્ષે સપ્ટેમ્બર પછી ખોલવામાં આવે તેવી શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ ભારત-ચીન સરહદ પર પિથૌરાગઢના નાભિઢાંગમાં KMVN હટ્સથી લિપુલેખ પાસ સુધીના રસ્તાને કાપવાનું કામ શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર સુધીમાં આ કામ પૂરું થઈ જશે. કૈલાશ માનસરોવરની યાત્રા છેલ્લા ચાર વર્ષથી કોઇકને કોઇક કારણોસર સ્થગિત થઇ રહી હતી.

ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવરની યાત્રા હવે સરળ બનવા જઈ રહી છે. હકિકતમાં ભારત-ચીન બોર્ડર પર પિથોરાગઢના નાભિઢાંગથી લિપુલેખ પાસ સુધી રોડ કાપવાનું કામ શરૂ થઈ ગયુ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કામ આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ જશે, ત્યારબાદ આ રૂટ યાત્રા માટે  ખોલવામાં આવશે.

PTIના અહેવાલ મુજબ, BROના હિરક પ્રોજેક્ટના મુખ્ય ઈજનેર વિમલ ગોસ્વામીએ કહ્યું, અમે નાભિઢાંગમાં KMVN હટ્સથી લિપુલેખ પાસ સુધીના લગભગ 6.5 કિલોમીટર લાંબા રસ્તાને કાપવાનું કામ શરૂ કર્યું છે. જો હવામાન યોગ્ય રહેશે તો સપ્ટેમ્બર સુધીમાં કામ  પુરું  થઈ જશે. રસ્તો પૂર્ણ થયા બાદ રોડની સાથે 'કૈલાશ વ્યુ પોઈન્ટ' પણ તૈયાર થઈ જશે.ભારત સરકાર દ્વારા 'કૈલાશ વ્યુ પોઈન્ટ' વિકસાવવાની જવાબદારી હિરક પ્રોજેક્ટને આપવામાં આવી છે.

પિથોરાગઢ જિલ્લાના નાભિઢાંગની ઉપર 2 કિલોમીટર ઉંચી ટેકરી પરથી તિબેટમાં મૌજુદ કૈલાશ પર્વત સરળતાથી જોઈ શકાય છે. જો કે અત્યાર સુધી આ વાત કોઈને ખબર ન હતી, પરંતુ જ્યારે કેટલાક સ્થાનિક લોકો ઓલ્ડ લિપુપાસની પહાડીની ટોચ પર પહોંચ્યા તો ત્યાંથી પવિત્ર કૈલાશ પર્વત ખૂબ જ નજીક અને દિવ્ય દેખાયો.

આ મામલાની વાસ્તવિકતા જાણવા માટે અધિકારીઓની એક ટીમ મોકલવામાં આવી ત્યારે તેમણે કૈલાસ પર્વતના દિવ્ય દર્શન પણ ખૂબ જ સરળતાથી કરી લીધા.

ટીમના સભ્ય અને ધારચુલાના SDM દિવેશ શાશાનીએ જણાવ્યું કે  જૂના લિપુપાસથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન સરળતાથી થાય છે.

પર્યટન વિભાગનું કહેવું છે કે જૂના લિપુપાસ સુધી પહોંચવા માટે 2 કિલોમીટર ચડવું પડે છે, જે સરળ નથી, પરંતુ અહીં પહોંચવા માટે રસ્તો બનાવી શકાય છે. પિથોરાગઢના જિલ્લા પર્યટન અધિકારી કીર્તિ ચંદ્ર આર્યએ જણાવ્યું કે જૂના લિપુપાસ પર માર્ગ બનાવવાની સાથે યાત્રીઓ માટે અન્ય જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે,જેના પછી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ આ સ્થળેથી પવિત્ર કૈલાસના દર્શન કરી શકશે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યોલિંગકાંગથી 25 કિમી ઉપર લિમ્પિયાધુરા શિખર પરથી કૈલાશ પર્વત પણ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, ઓમ પર્વત, આદિ કૈલાશ અને પાર્વતી સરોવરની નજીકથી કૈલાશ પર્વત જોવાથી આ વિસ્તારમાં ધાર્મિક પર્યટન પ્રવૃત્તિઓ ઝડપી થઈ શકે છે. આ સાથે સ્થાનિક લોકોની રોજગારીની તકો વધશે અને આ વિસ્તારને દેશ અને દુનિયામાં એક અલગ ઓળખ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp