હોળીમાં જે ઠુમકો નહીં લગાવશે તે આવતા જન્મમાં પાકિસ્તાન જશે: ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: zeenews.india.com

મધ્ય પ્રદેશમાં આવેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન  હોળીના ગીતો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને ખુબ નચાવ્યા અને પોતે પણ ઝુમ્યા. શાસ્ત્રીએ ઉપસ્થિત શ્રધ્ધાળુઓને કહ્યુ હતું કે જે હોળીનો ઠુમકો નહીં લગાવશે તે આવતા જન્મમાં પાકિસ્તાન પહોંચી જશે. બાગેશ્વર ધામના આ શાસ્ત્રી વિવાદો અને બેધડક નિવેદનો માટે જાણીતા છે.

રાજકીય નેતાઓ, સંતો અને મોટી હસ્તીઓ જેના દરબારમાં કુરશીશ બજાવે છે તેવા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હોળી મિલન સમારોહનું આયોજનકર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. બાગેશ્વર ધામમાં ફુલોની હોળી રમાડવામાં આવી હતી, સાથે જ ગુલાલ પણ મોટા પાયે ઉડાડવામાં આવ્યો હતો. ભક્તો ધૂળેટીના રંગમાં રંગાઇ ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તોને જોઇને ગેલમાં આવી ગયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધાર્મિક ભજનો પર ભક્તોને ડોલાવ્યા હતા અને પોતે પણ સ્ટેજ પર ઝુમી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મજાકમાં કહ્યું કે, હોળીમાં જે નાચશે નહીં તે આવતા જન્મમાં પાકિસ્તાન પહોંચી જશે. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને ભક્તો વધારે ફોર્મમાં આવી ગયા હતા અને જોમમાં આવીને નાચવા માંડયા હતા.

કાર્યક્રમમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બરસાનેની હોળીની જેમ ધામમાં હોળીની ઉજવણી કરી હતી. પીઠાધીશ્વર હોળીના ગીતો પર નાચતા અને ગાતા જોવા મળ્યા હતા. બાગેશ્વર ધામમાં રંગ ગુલાલ ઉપરાંત ફૂલોથી હોળી પણ રમવામાં આવી હતી. ભક્તોએ અગાઉ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર પુષ્પવર્ષા કરી હતી. આ પછી, ભક્તોએ ઉગ્રતાથી હોળી રમી. ધામમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ફાલ્ગુન માસના શુક્લ પક્ષની નવમીના રોજ બરસાનેની લઠ્ઠમાર હોળી ઉજવવામાં આવે છે. આ દિવસે નંદગાંવના ગોવાળિયાઓ હોળી રમવા રાધા રાણીના બરસાના ગામમાં જાય છે અને વિવિધ મંદિરોમાં પૂજા કર્યા પછી નંદગાંવના માણસો હોળી રમવા બરસાના ગામમાં આવે છે અને બરસાના ગામના લોકો નંદગાંવ જાય છે.

બાગેશ્વર ધામમાં હોળી માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. મંચ પર ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સાથે અન્ય ઘણા નેતાઓ પણ ત્યાં હાજર હતા. આ સાથે અન્ય લોકો પણ હોળી મિલન સમારોહમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે નાચતા જોવા મળ્યા છે. લોકો એકબીજા પર રંગ લગાવીને ધૂળેટીની મજા માણી રહ્યા હતા.ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ પરથી હોલી ખેલે રઘુવીરા ગીત પર ભક્તોને ખુબ નચાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp